________________
--
-
-
,
૧૨૮ પારસમેં અરૂ સંતમેં બડે અનેરો જાન;
વહ લોઢા કંચન કરે, વહ કરે આપ સમાન. પ્રાસાદમાં શ્રી મહાવીર જૈન સ્નાત્ર મંડળ તરફથી માસ્તર દેવચંદ
લ્મનલાલ હંમેશા સંગીત સાથે સામુદાયી સ્નાત્ર ભણવાય છે કે લગભગ પચાસેક બાળકો લાભ લે છે તે ધન્યવાદને પાત્ર છે. મહુવા સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાય છે.
તીર્થાધિરાજ શ્રી ગિરનારજી–મહુવાથી ઢસા થઈને અને પાલીતાણાથી શિહોર ધાળા ઢસા થઈને જેતલસરથી જુનાગઢ જવાય છે. મહુવાથી પગ રસ્તે સાવરકુંડલા થઈ જુનાગઢ જવાય છે. સાવરકુંડલામાં શ્રી ધર્મનાથજીનું તથા હમણું નવું તૈયાર થયેલું શ્રી શાંતિ. નાથજીનું આમ બે સુંદર દેરાસરે છે. શ્રાવકાની વસતિ ભાવિક છે. ઉપાશ્રયો, આયંબીલ ખાતુ આદિ છે. બોડીગ પણ અહિં છે. ગામ મહા૨ ટેકરી પરથી સવારના સૂર્યોદય વેળાએ શ્રી શત્રુંજય ગિરિરાજનાં પવિત્ર દર્શન થાય છે. સાંજના સૂર્યાસ્ત પહેલાં પશ્ચિમ બાજુએ શ્રી ગિરિનાથજીનાં દર્શન અહીંથી થાય છે. શ્રી સિદ્ધગિરિજી અહીંથી ૪૦ માઈલ થાય અને શ્રી ગિરનારજી ૬૦ માઈલ થાય છે.
જુનાગઢ શહેર ઃ શ્રી ગિરનારની તલાટીનું ગામ જુનાગઢ છે. જુનાગઢ શહેર ભૂતકાળમાં ઘણું લીલી–સૂકી જોઈ છે. સિદ્ધરાજ જયસિંહના સમયે જૂનાગઢ-જીર્ણદુર્ગને રાજા રાખેંગાર હતા, અત્યારે તે સમયના અતિહાસિક અવશેષો મળી રહે છે. હિંદુ રાજાઓની પડતી થતાં આ શહેરમાં બાબીવંશના મુસ્લીમ રાજાઓનું રાજ્ય સ્થપાયુંઅને આજે એ નવાબી સત્તા પણ અસ્ત પામી ચૂકી છે. કાલળળની આગળ કોઈનું કશુંયે ચાલતું નથી. જુનાગઢ સ્ટેશનથી જેમ જેમ જેમ આગળ ધપીએ તેમ તેમ સ્ટેટ વખતના રાજ્યમકાનો, મૂજી મકબરા જેવા જેવા મલે છે. બજારમાં થઈને જતાં ઠેઠ નાકા પર આપણું સુંદર જિનમંદિર આવે છે. દેરાસર ભવ્ય છે. મૂલનાયક શ્રી મહાવીરસ્વામીના પ્રતિમાજી સુંદર છે, જે સંપ્રતિ મહારાજના સમયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org