________________
જનની જણે તે ભક્તજન, કાં દાતા કાં સુર; ૧૨૯
નહિતર રહેજે વાંઝણું, મત ગુમાવે નૂર. છે. બાજુમાં શ્રી નેમિનાથ સ્વામીનું નવું મંદિર બંધાઈ રહ્યું છે. યાત્રાળુઓ માટે શઠ હેમાભાઈની ધર્મશાળા, ઉપાશ્રય આદિ છે. હામે બાબુની ધર્મશાળા છે. અહિંના દેરાસર આદિનો તથા ઉપર ગિરનારજીનાં મંદિરો આદિને વહીવટ અમદાવાદની શેઠ આ. ક. પેઢી દેવચંદ લખમીચંદના નામે કરે છે. ગામમાં ભોજનશાળા તથા આયંબીલ ખા ની વ્યવસ્થા છે.
અહિંથી ગિરનારજીની તલાટી ૩ માઈલ થાય છે. રસ્તામાં ઉપરકોટનો રસ્તો આવે છે. ઉપરકોટમાં જુના જમાનાના ભયરાઓ, અનાજના કોઠારે, તથા રા' નવઘણે બંધાવેલી અડીકડીની વાવ, કૂવો તથા ઈજીપ્તમાં બનેલી અને અહિં રાખેલી ઈ. સ. ૧૫૩૩ ના ગાળાની લીલમતપ, ચૂડાનાલાપ રાખેગારને રાજમહેલ જે હાલ મજીદ છે, વગેરે એતિહાસિક અવશેષો આવેલા છે. દરવાજા બહાર અશોક, સંપ્રતિ, રૂદ્રદાના, તથા કંદગુપ્તના શિલાલેખો આવે છે. અને ૨૭૫ ફીટ ઉંડે કુંડ પણ જોવા મળે છે. અહિંથી તલાટીની સીધી સડક છે.
તલાટી પરનાં દેરાસર ધર્મશાળા શ્રી ગિરનારજીની તલાટીમાં સુરતનીવાસ શેઠ પ્રેમચંદ રાયચંદની ધર્મશાળા છે. સુંદર જૈન મંદિર પણ ધર્મશાળામાં છે, તેની નજીકમાં સંધવી કુલચંદભાઈની ધર્મશાળા છે. ધર્મશાળામાં જૈન ભોજનશાળા છે, આ ધર્મશાળાની તથા ભાથાની વ્યવસ્થા પેઢી તરફથી છે. ભેજનશાળા માટે ખાસ કમિટિ હસ્તક વહિવટ છે. અહિ ચોમેર વિશાળ વનરાજી પથરાયેલી છે. જમીન લીલીછમ હરિયાળીવાળી છે. વાંસના તથા સાગના વૃક્ષો જોવા મળે છે. અહિં નજીકમાં સિદ્ધરાજ જયસિંહે બંધાવેલી “એક ચંડાની વાવ છે. પાસે જ ગિરનાર પર જવાને દરવાજે છે. દરવાજાની જમણી બાજુયે શ્રી નેમિનાથ ભ. ના પગલાં છે. જુનાગઢના સુપ્રસિદ્ધ ધર્માત્મા ડે. ત્રિભોવનદાસના પરિશ્રમથી અહિ પગથી આ બંધાઈ ગયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org