________________
નીચું જોતાં ચાલતાં, ત્રણ ગુણ મેટા થાય;
કાટ ટળે કયા પળે, પગ પણ ન ખરડાય. (અ) ભદનીઘાટ,
દેરાસરે ઘણાખરા શિખરબંધી હોવા છતાં બીજે ત્રીજે માળે હેવાથી, તેમજ બહાર દેખાવ સાદા ઘર જેવો હોવાથી, પૂજારીની મદદથી જુહારવા ઠીક પડે છે. ભલુપુરની ધર્મશાળામાં ઉતરનારને નજીકના ભદની ઘાટથી નાવમાં બેસી, રામઘાટ આગળ ઉતરી ત્યાંથી ક્રમસર દહેરાં જુહારતાં જવાનું સગવડભર્યું છે. નાની નાવને માથા દીઠ ૦-૧-૦, મેટીને ૦–૧-૬ ચાર્જ છે. ભદૈની યાને વછરાજ ઘાટથી ગંગામાં નાવ હંકારતાં સામે કાંઠે દૂર દેખાતે કિલ્લે કાશીરાજને છે. નાવની દિશામાં અનુક્રમે દિગંબર સ્યાદ્વાદવિદ્યાલય, કાશીરાજને મહેલ, ત્રણ અખાડા, હનુમાન, હરિશ્ચંદ્ર, કેદાર, નારદ નામના ઘાટ, પેશ્વાનું મકાન, ચશદીઘાટ, ઉદેપુર તથા દરભંગાઘાટ, અહલ્યાબાઈ હોલ્કરનું ઘડીઆળવાળું મકાન, દશાશ્વમેધઘાટ, બીરલા મેન્શન, લાલમંદિર, નજીકમાં મણિકર્ણિકા ઘાટ, ગ્વાલિયરઘાટ ને રામઘાટ. આગળ બીજા પણ ઘાટો છે. નદીના પાણીમાં કેટલાય મહાન દેવાલને ભૂશયી બનાવ્યા છે. નાવમાં બેસી એ દશ્ય નિરખવામાં આનંદ આવે છે. થોડા પગથીઆ ચઢતાં (૧) નાગપુર યાને નયાઘાટ આગળના મંદિરમાં શાનિજિન, પાર્શ્વપ્રભુ, સુપાર્શ્વજિન જુહારવા (૨) નજીકમાં શ્રી કેશરીયાજીનું મંદિર એમાં સ્ફટિકબિંબ ૨, પાદુકાના દર્શન કરવા. (૩) યજ્ઞેશ્વર ઘાટ-શામળીયા પાર્શ્વનાથ, ઉપર પીતવણું ચમુખજી. વચમાં વૃક્ષનો આકાર, બાજુમાં પાર્શ્વનાથ ધાતુના તથા દાદાજીનાં પગલાં (૪) નજીકમાં શ્રી આદિજિન મંદિર (૫) સુતેલા ઘાટ. શ્રી ગોડી પાર્શ્વનાથ, પિત્તળના બે (પૂજા) મોટા બિંબ પણ છે. (૬) બાલુકા ફરસ. આદીશ્વરજી, ઉપર માળે મહાવીર પ્રભુ. (૭) રામઘાટ-ચિન્તામણું પાર્શ્વનાથનું ચાંદીની છત્રીવાળું મેટું દહેરું, ઉપર સુપાર્શ્વનાથ, નીચે શામળીયાછે. એ સિવાય પાર્શ્વનાથ આદિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org