________________
કિરણ ૧૬ મું. ખરેડીથી કુંભારીયાજી.
ફાગુન માસની કૃષ્ણાષ્ટમીએ આબુરોડ સ્ટેશન પર પગ મૂક્યા. ગામનું નામ તો ખરેડી છે. સારા હવાપાણીને લઈને, તેમજ આબૂ, અંબાજી ને કુંભારીયાજી જેવા પ્રખ્યાત યાત્રાધામોને માર્ગ અહીં થઈને ફુટતો હોવાથી પ્રતિદિન ગામને વિસ્તાર વૃદ્ધિ પામતો જાય છે. વળી સરિતાનું સાનિધ્ય છે. આબૂકેમ્પ એ હવા માટેનું સારું મથક હોવાથી તેમ જ અધિકારી વર્ગનું ત્યાં થાણું હોવાથી અવરજવર વિશેષ રહે એ પણ ખરેડીની પ્રગતિનું એક કારણ છે. સ્ટેશનથી બજારમાગે છેડે ચાલતાં વિશાળ ધર્મશાળાઓ આવે છે. વળી મેડા પર શ્રી આદિ જિનનું દહેરું છે. નજીકમાં મોદી વિગેરેની દુકાનો છે. આબૂ માટે મોટર બસ ને અંબાજી આદિ માટેના ગાડા અહીંથી જ અંધાય છે.
આરાસણ પહાડ આબૂ ગિરિની સામી દિશામાં છે. એ પર અંબાજી, કોટેશ્વર, ગમ્બર ને કુંભારીઆજી જેવા ગણતા પવિત્ર સ્થાને છે. ત્યાં પહોંચવાનો લગભગ પોણો માર્ગ શિરોહી સ્ટેટની હદનો ને બાકીને દાંતા સ્ટેટને છે. ઉભય સ્ટેટ આ યાત્રાધામોને આવકના સાધન બનાવી બેઠા છે. કળિયુગનું આ પણ એક અચ્છેરું જ ને! દેવના દર્શન પણ હવા પાણી માફક મોકળા નહિં ! ઉભય સ્ટેટના દાંત વચ્ચે યાત્રિકોને અટવાવાનું હોવાથી, હાડમારીનો પાર નથી રહેતો. પૈસા ખરચતાં પણ એમને સુખ નથી મળતું. ગાડામાં જનારને ખરચ વધુ લાગે છે. પગે ચાલીને પણ જઈ શકાય છે. ખરેડીથી ૧૨ માઈલ અંબાજી ને ત્યાંથી માં માઈલ નીચાણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org