________________
૫૦
જેહ ધ્યાન અરિહંતકે, સોહિ આતમ ધ્યાન; ફેર કલ્ફ ઈણિમે નહિ, એ જ પરમ નિધાન.
સામગ્રી. “ તલ સાંકળી” એ આ તરફની જાણીતી ચીજ, શેલડીને પાક સવિશેષ હોવાથી દેશી ખાંડના કારખાના પણ ખરાં જ, આમ છતાં કાકંદી એ તે ઘોડા ઝુંપડાનું ગામડું છે. જરૂરી જણસ ભાવ ન મળે, વીરશિષ્ય ધનાની કાંકદિ તે આજ કે ? કાળની કરાળતાનું ભાન અહીં જ થાય. નાનકડી ધર્મશાળા ને વચમાં અટુલી દેહરી, મૂળનાયક તો દિવાલમાં ઉપસાવેલા શ્રી પાશ્વજિન છે, પણ સમીપમાં શ્રી સુવિધિજિનની ચાર કલ્યાણક અત્રે થયેલ, તેથી તેમની પાદુકા છે. ક્ષેત્ર સ્પર્શના કરી દેવ જીહારી, પુનઃ મુસાફરી આરંભી પથરીઆળ ધરતી પર ધમકારાબંધ દેડતી બસને લગ્વાડના ગાઉ કાપતાં વિલંબ ન લાગે તો લખીસરાઈ અહીંથી છ ગાઉ એટલે શે હિસાબ ! ૪ બિહાર શરીફ યાને વૈશાલી - રાતના નિંદ્રાના સમયમાં પડ્યા ત્યારે લખીસરાઈ હતું પણ ચક્ષુ ઉઘાડી તો સામે બcતીયારપુર જંકશન જોયું ! અહીંથી
લુપ લાઈન ” યાને ટ્રામ જેવી નાની ગાડીમાં બેસી બિહાર જવાનું નગરીઓમાં ખપ લાગે તેટલે બેજો સાથે રાખી અમારા ચાલુ ઘરને અઠવાડીક રજા આપી. આ લાઈને નાના ગામની વચમાં થઈને જાય છે. કેટલીક વાર તે ઘરના ઓટલા ને છાપરાને લગોલગ થઈ પસાર થવાનું નાની સાઈઝના ઘરે ને ગરીબાઈ પણ ખરી જ. પાણીના નાના તળાવડાં, પાંદડાથી એવા ઢકેયેલા હોય કે પહેલી દષ્ટિ જમીન જવાં લાગે. કુવા પર જળ ખેંચવાના ઉંટડા તો ખરાં જ. આમ બિહારને પ્રદેશ અનેખી છાપ પાડે છે. આ લાઈન ઠેઠ “ રાજગિર કુંડ” સુધી જાય છે. ગાડા ને મેટર માટેની સડક રેલ્વેના પાટાની બાજુમાં જ છે. આમ છતાં ટેવાયેલા જાનવરો કે જનતા ભાગ્યે જ સંઘર્ષણ જન્માવે છે. બાળકો પણ છૂટથી ફરતાં હોય છે. ધરતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org