________________
કિરણ ૩ મું મહાતીર્થ સમેતશિખર યાને સર્વોત્કૃષ્ટ
નિર્વાણભૂમિ શિખરજી પહાડનો ચઢાવ છે. કાઠીના દરવાજાની વામ બાજુથી શરૂ થાય છે. દક્ષિણે ભોમિયાજીનું મંદિર છે. લગબગ બે માઈલ સુધી આડાઅવળા વાંક લઈ સામાન્ય ચઢાવવાળી સડકે આગળ વધતાં ભાતા તળાટીના છાપરાં દેખાય છે. યાત્રા કરી પાછા ફરતાં અહીં ભાતું મળે છે. ગરમ પાણીની સગવડ છે. નજીકમાં જ ગાંર્ધવ નાળુ વહે છે.
કઠીણ ચઢાવને પ્રારંભ હવે જ છે. થેડુંક ચાલતાં બે માર્ગ આવ્યા. જતાં ડાબે હાથે જે પાટિયું છે તે ગૌતમ ગણધરની દહેરી આગળ થઈને જળમંદિર જવાનો માર્ગ સૂચવે છે, જ્યારે બીજે ડાક બંગલા આગળ થઈ પાર્શ્વનાથની ટુંક તરફને છે. ઉભય બાજુના માર્ગો કઠણાશમાં ને લંબાઈમાં સમાનતા ધરાવે છે, જળમંદિરના માગે જઈ, ઉતરતાં ડાક બંગલાવાળો ભાગ લે અનુકૂળ છે. ચાહે તે સીધાજળમંદિર જાવ કિંવા પાપ્રભુની ટુંક તરફ ચઢે, ચઢાવ ૬ માઈલને છે. બંગલા સુધી તો માઈલ સ્ટોન પણ છે. ટુંકો જુહારતાં ચક્રાવો લઈ જે ચઢ-ઉતર કરવી પડે છે એ પણ છ માઈલ જેટલી જ એટલે શિખરજી જુહારી પાછાં ફરતાં કુલ ૧૭ -માઈલ ગણાય.
જળમંદિર જતાં માંડ અ માઈલ કાપો ને ખળખળ અવાજ કરતું સીતા નાળું દૃષ્ટિએ પડયું. ઝરામાંનાં વહેતાં જળથી ને વનરાજીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org