________________
૧૦ ની આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) धर्माधर्माकाशास्तिकायाः खल्वनाद्यपर्यवसाना इति, इत्थं जीवाजीवस्थितिश्चतुर्द्धति गाथार्थः ॥ તારમ્ अद्धाकालद्वारावयवार्थं व्याचिख्यासुराह
समयावलिय मुहुत्ता दिवसमहोरत्त पक्ख मासा य ।
संवच्छर युग पलिया सागर ओसप्पि परियट्टा ॥ ६६३ ॥ दारं व्याख्या : तत्र परमनिकृष्टः कालः समयोऽभिधीयते, स च प्रवचनप्रतिपादितपट्टशाटिकापाटनदृष्टान्तादवसेयः, आवलिका-असङ्ख्येयसमयसमुदायलक्षणा, द्विघटिको मुहूर्त्तः, दिवसश्चतुष्प्रहरात्मकः, यद्वा आकाशखण्डमादित्येन स्वभाभिर्व्याप्तं तद्दिवसं इत्युच्यते, शेषं निशेति,
अहोरात्रमष्टप्रहरात्मकमहर्निशमित्यर्थः, पक्षः-पञ्चदशाहोरात्रात्मकः, मास:-तद्विगुणः, चः समुच्चये, १) संवत्सरो द्वादशमासात्मकः, युगं पञ्चसंवत्सरम्, असङ्ख्येययुगात्मकं पलितमिति उत्तरपदलोपाद्,
इत्थं सागरोपममपि, तत्र पल्योपमदशकोटीकोट्यात्मकं सागरमाख्यायते, उत्सर्पिणीसागरोपमदशकोटीकोट्यात्मिका, एवमवसप्पिण्यपि, परावर्तोऽनन्तोत्सपिण्यवसर्पिण्यात्मकः, स ગણીએ) તો પર્યવસાન(અંત)વાળો છે. ત્રણકાય એટલે ધર્મ–અધર્મ અને આકાશાસ્તિકાય, તે
અનાદિ-અનંત છે. આ પ્રમાણે જીવ–અજીવની ચાર પ્રકારે સ્થિતિ જાણવી. ૬૬રી 15 અવતરણિકા : હવે અદ્ધાકાળરૂપઢારના અર્થને વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે,
ગાથાર્થ : સમય આવલિકા-મુહૂર્તા–દિવસ-અહોરાત્ર–પક્ષ-માસ-સંવત્સર–યુગપલ્યોપમ-સાગરોપમ–ઉત્સર્પિણી–પરાવર્ત.
ટીકાર્થ : તેમાં પરમનિકૃષ્ટ (કેવલિની દૃષ્ટિએ પણ જેના બે ભાગ થાય નહીં તેવો) કાળ 20 સમય તરીકે ઓળખાય છે અને તે પ્રવચનમાં પ્રતિપાદન કરેલા પટ્ટશાટિકા(વસ્ત્રવિશેષ)ને ફાડવાના
દૃષ્ટાન્તથી જાણવા યોગ્ય છે. (આ દૃષ્ટાન્ત પ્રથમભાગમાં કહેવાઈ ગયેલું છે. ત્યાંથી જાણી લેવું.) આવલિકા અસંખ્યય સમયોના સમુદાયરૂપ જાણવી, બે ઘડીરૂપ મુહૂર્ત, ચારપ્રહરાત્મક દિવસ અથવા જે આકાશખંડ સૂર્યવડે પોતાના કિરણોથી વ્યાપ્ત હોય તે દિવસ કહેવાય છે, શેષ આકાશખંડ રાત્રિ
કહેવાય છે. આઠપ્રહરાત્મક અહોરાત્ર–રાતદિવસ, પંદર અહોરાત્રનો એક પક્ષ, પક્ષનો દ્વિગુણ 25 (૩૦ દિવસનો) મહિનો જાણવો, “ર' શબ્દ સમુચ્ચયમાં છે. બાર મહિનાનો એક સંવત્સર, પાંચ
સવંત્સરનો એક યુગ, અસંખ્યયયુગોનો એક પલિત, અહીં પલિત' શબ્દમાં ઉત્તરપદનો=ઉપમાશબ્દનો લોપ થયેલ હોવાથી “પલિત' શબ્દથી પલ્યોપમ જાણવો. આ જ પ્રમાણે “સાગર” શબ્દથી સાગરોપમ જાણવો. તેમાં દશ કોટાકોટી પલ્યોપમ સાગર તરીકે કહેવાય છે. દશ કોટાકોટી સાગરોપમ એટલે
એક ઉત્સર્પિણી, આ પ્રમાણે અવસપ્પિણી પણ જાણવી. અનંત ઉત્સર્પિણી–અવસર્પિણીરૂપ એક 30 પરાવર્તકાળ જાણવો અને તે પરાવર્તકાળ દ્રવ્યાદિથી જુદા જુદા પ્રકારનો પ્રવચનમાંથી = અન્ય
આગમમાંથી જાણી લેવો. ૧૬૬૩.