________________
અપુનર્બધકદ્વાચિંશિકા/સંકલના
પૂર્વમાં કહ્યું કે અપુનબંધકની પૂર્વસેવા મુખ્ય છે, અને ત્યારપછી શ્લોક-૧૬માં ગ્રંથકારશ્રી કહે છે કે અપુનબંધકનો ક્રિયાયોગ દ્રવ્યયોગ છે. વસ્તુતઃ અપુનબંધકની પૂર્વસેવા અને અપુનબંધકનો દ્રવ્યયોગમાર્ગ એક છે.
અહીં અપુનબંધક જીવનું સ્વરૂપ કહેવા માટે પ્રારંભ કર્યો, ત્યાં સબંધક કરતાં અપુનબંધકની શું વિશેષતા છે ? તે બતાવવા માટે સક્રબંધકની પૂર્વસેવા મુખ્ય પૂર્વસેવા નથી તેમ બતાવ્યું. હવે સમ્યગ્દષ્ટિને ભાવથી યોગમાર્ગ છે, તેના જેવો યોગમાર્ગ અપુનબંધક જીવોને નથી; પરંતુ ભાવથી યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને તેવો દ્રવ્યયોગમાર્ગ છે, તે બતાવવા માટે સમ્યગ્દષ્ટિનો ભાવયોગમાર્ગ કેવો છે? તેનો બોધ કરાવે છે, જેથી તેના કારણભૂત અપુનબંધકના દ્રવ્યયોગમાર્ગનો સ્પષ્ટ બોધ થાય છે. સમ્યગ્દષ્ટિ જીવમાં ભાવથી યોગ -
જેમણે રાગ-દ્વેષની તીવ્ર ગ્રંથિનો ભેદ કર્યો છે અને તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટ કરી છે, તેવા સમ્યગ્દષ્ટિ જીવોને ભાવથી યોગમાર્ગની પ્રાપ્તિ છે; કેમ કે યોગમાર્ગ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ છે અને સમ્યગ્દષ્ટિ જીવોમાં સમ્યજ્ઞાન છે, સમ્યગ્દર્શન છે અને અનંતાનુબંધી કષાયોના વિગમનથી કંઈક સમ્મચારિત્ર પણ છે, તેને આશ્રયીને તેમને ભાવથી યોગ છે.
આશય એ છે કે તત્ત્વને જોવાની પરમમાધ્યય્યરૂપ માર્ગાનુસારી પ્રજ્ઞાના બળથી સમ્યગ્દષ્ટિ જીવો સર્વજ્ઞના વચનાનુસાર અતીન્દ્રિય પદાર્થોને જોનારા હોય છે, અને સર્વજ્ઞના વચનાનુસાર જોનારી નિર્મળ દૃષ્ટિના બળથી તેઓને સદા મોક્ષની આકાંક્ષા જીવંત હોય છે, તેથી તેઓમાં રત્નત્રયીરૂપ યોગમાર્ગ સદા અમ્બલિત વર્તે છે; કેમ કે તેઓ સર્વજ્ઞના વચનાનુસાર સંસારનું સ્વરૂપ જુએ છે, તે બોધને અનુરૂપ તેઓને તત્ત્વની રુચિ છે અને અનંતાનુબંધી કષાયના વિગમનને કારણે સ્વશક્તિ અનુસાર યોગમાર્ગનું સેવન છે, તેથી રત્નત્રયીની પરિણતિ અખ્ખલિત વર્તે છે, માટે તેઓને સદા ભાવથી યોગ વર્તે છે.
સમ્યગ્દષ્ટિ જીવનો યોગમાર્ગ કુટુંબચિંતાદિ વ્યાપારકાળમાં પણ સ્કૂલના પામતો નથી; કેમ કે બાહ્ય પ્રવૃત્તિ પ્રમાણે કર્મબંધ કે નિર્જરા થતી નથી, પરંતુ આશય પ્રમાણે કર્મબંધ કે નિર્જરા થાય છે; અને વિવેકી એવા સમ્યગ્દષ્ટિ જીવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org