________________
અપુનઃબંધક દ્વાત્રિંશિકા/બ્લોક-૧૮
કરતાં પરાકાષ્ઠાની પૂર્વસેવા કહીને દ્રવ્યયોગ સ્વીકાર્યો, અને ગ્રંથકારશ્રીએ નિશ્ચયનયનું આશ્રયણ કરીને અવિરત સમ્યગ્દષ્ટિમાં અનંતાનુબંધીના વિગમનથી ઉત્પન્ન થયેલું ચારિત્ર સ્વીકારીને ભાવથી યોગ કહ્યો, એથી કોઈ વિરોધ નથી. એ પ્રકારે બુદ્ધિશાળીઓએ વિભાવન કરવું. ૧૮૫ ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ શ્લોક-૧૬માં સ્થાપન કર્યું કે અપુનર્બંધકને દ્રવ્યથી યોગ છે અને સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે, અને તેની પુષ્ટિ શ્લોક-૧૭માં અને શ્લોક-૧૮માં કરી. ત્યાં ‘નનુ’ થી શંકા કરતાં કોઈ કહે કે અન્ય ગ્રંથમાં અવિરત સમ્યગ્દષ્ટિ સુધી દ્રવ્યયોગ કહેવાય છે, અને આ ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ અવિરત સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે, તેમ કહ્યું, તે કઈ અપેક્ષાએ છે ? તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે
અવિરત સમ્યગ્દષ્ટિને ચારિત્રના પ્રતિપંથી એવા અનંતાનુબંધી કષાયનો અપગમ છે, તેથી અવિરત સમ્યગ્દષ્ટિમાં અલ્પ ચારિત્ર પણ છે, એમ નિશ્ચયનય સ્વીકારે છે. તે નિશ્ચયનયની દૃષ્ટિનો આશ્રય કરીને અવિરત સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે, એમ ગ્રંથકારશ્રીએ અહીં કહેલ છે. અન્ય ગ્રંથોમાં વ્યવહારનયથી દેશવિરતિ ગુણસ્થાનકમાં ચારિત્ર છે, તેની પૂર્વે ચારિત્ર નથી, તેને સામે રાખીને અવિરત સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ નથી, તેમ સ્વીકારીને દ્રવ્યથી યોગ છે એમ કહેલ છે.
૩૧
તેથી એ ફલિત થાય કે પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ, અલ્પચારિત્રને ચારિત્રરૂપે નહીં સ્વીકારનાર એવા વ્યવહારનયનો આશ્રય કરીને અન્ય ગ્રંથમાં અવિરત સમ્યગ્દષ્ટિને દ્રવ્યયોગ કહેલ છે, તેમ દ્રવ્યયોગ કહેલ નથી; પરંતુ અનંતાનુબંધી કષાયના વિગમનથી પ્રગટ થયેલ અલ્પ પણ ચારિત્રને ચારિત્રરૂપે સ્વીકારનાર નિશ્ચયનયનો આશ્રય કરીને અવિરત સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે, એમ કહેલ છે.
આ રીતે શંકાકારનું સમાધાન ગ્રંથકારશ્રીએ કર્યું ત્યાં ‘યોગબિંદુ'ના વચન સાથે સ્થૂલથી વિરોધ દેખાય છે, છતાં પરમાર્થથી વિરોધ નથી, તે બતાવવા અર્થે કહે. છે
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org