________________
અપુનબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૧૯
५७
સ્વરૂપશુદ્ધ હોય છે અને (૩) અનુબંધશુદ્ધ હોય છે, અને આ ત્રણે શુદ્ધિવાળું અનુષ્ઠાન ઉત્તરોત્તરના શુદ્ધ અનુષ્ઠાનને પ્રાપ્ત કરાવીને મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થાય છે.
વળી સમ્યગ્દષ્ટિ જીવ કોઈપણ પ્રવૃત્તિ કરવા માટે ત્રણ પ્રકારના સમ્યક્ પ્રત્યયથી પ્રવૃત્તિ કરે છે, તેથી તે અનુષ્ઠાનમાં સ્વકૃતિસાધ્યતાદિ ત્રણનો અભ્રાંત નિર્ણય થાય; અને જે અનુષ્ઠાન ત્રણ પ્રકારના સમ્યક્પ્રત્યયપૂર્વકનું અને ત્રણે શુદ્ધિવાળું હોય તે અનુષ્ઠાન ઉત્તરોત્તરના અનુષ્ઠાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થાય છે. માટે સમ્યગ્દષ્ટિને પારમાર્થિક યોગ છે, પરંતુ કલ્પનાથી નથી.
અહીં વિશેષ એ છે કે વિચારક સમ્યગ્દષ્ટિ જીવ કોઈપણ અનુષ્ઠાન કરે ત્યારે સ્વકૃતિસાધ્યત્વાદિ ત્રણેનો નિર્ણય આત્મપ્રત્યયથી, ગુરુપ્રત્યયથી અને લિંગપ્રત્યયથી કરે :
સ્વકૃતિસાધ્યત્વ આદિ ત્રણ :
(૧) આ અનુષ્ઠાન સ્વકૃતિથી સાધ્ય છે કે નહીં તેનો નિર્ણય કરે.
(૨) વળી આ અનુષ્ઠાન સ્વકૃતિસાધ્ય હોવા છતાં સ્વઇષ્ટનું સાધન છે કે નહીં, તેનો નિર્ણય કરે.
(૩) વળી આ અનુષ્ઠાન સ્વકૃતિ સાધ્ય છે અને પોતાના ઇષ્ટનું સાધન છે, આમ છતાં બળવાન અનિષ્ટનું અનનુબંધી છે કે નહીં તેનો નિર્ણય કરે.
વળી સ્વકૃતિસાધ્યત્વાદિ ત્રણેનો નિર્ણય : (૧) આત્મપ્રત્યયથી, (૨) ગુરુપ્રત્યયથી અને (૩) લિંગપ્રત્યયથી કરે છે, જેનું વર્ણન ગ્રંથકારશ્રી સ્વયં આગળ શ્લોક-૨૭માં કરશે.
આ ત્રણ પ્રત્યયથી કરાયેલું ત્રણ શુદ્ધિવાળું અનુષ્ઠાન અવશ્ય ઇષ્ટફળની પ્રાપ્તિનું કારણ બને છે, અને સમ્યગ્દષ્ટિ જીવને મોક્ષ ઇષ્ટ છે અને મોક્ષના ઉપાયરૂપ શાસ્ત્રવચન ઇષ્ટ છે, તેથી સર્વત્ર પોતાની શક્તિનું સમાલોચન કરીને શાસ્ત્રવચનાનુસાર ત્રણે પ્રકારે શુદ્ધ અનુષ્ઠાનનું સેવન કરીને ઉત્તરોત્તર યોગમાર્ગની વૃદ્ધિ કરે છે. માટે સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે, એ નિશ્ચયવૃત્તિનું કથન છે, પરંતુ કલ્પનાથી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org