Book Title: Apunarbandhaka Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 119
________________ ૯૬ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૬-૨૭ અનુષ્ઠાનના સેવનથી ઉત્તરના યોગની ભૂમિકાની પ્રાપ્તિનાં પ્રતિબંધક કર્મોનું તે રીતે વિગમન થાય છે કે જેથી ફરી દોષની અનુવૃત્તિ થાય નહીં. સમ્યગ્દષ્ટિ જીવ તે રીતે તે અનુષ્ઠાન સેવીને સંપન્ન થાય ત્યારે ઉત્તરના અનુષ્ઠાનને સેવે છે, તેથી ઉત્તર ઉત્તરના અનુષ્ઠાનની પ્રાપ્તિ દ્વારા સમ્યગ્દષ્ટિને યોગની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે, તેથી સમ્યગ્દષ્ટિના ધર્માનુષ્ઠાનનું સેવન ધર્માનુષ્ઠાનમાં વર્તતા પારમાર્થિક ભાવોનું સંવેદન કરાવનાર હોવાથી તેનું ધર્માનુષ્ઠાનનું સેવન તત્ત્વસંવેદનરૂપ છે, પરંતુ તે વિરતિયુક્ત નથી; જ્યારે ત્રણ પ્રકારના જ્ઞાનમાં વિરતિથી યુક્ત એવા જ્ઞાનના સંવેદનને તત્ત્વસંવેદનરૂપે ગ્રહણ કરેલ છે, તેથી તત્ત્વસંવેદનનો અર્થ સ્થાન પ્રમાણે યથાયોગ્ય કરવો ઉચિત છે. રા. અવતરણિકા : શ્લોક-૧૯માં કહેલ કે સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રસંજ્ઞાવાળા હોય છે, તેથી ત્રણે પ્રકારની શુદ્ધિવાળું અનુષ્ઠાન કરે છે, અને સમ્યફ પ્રત્યય દ્વારા સ્વકૃતિસાધ્યતાદિનો અભ્રાંત નિર્ણય કરીને પ્રવૃત્તિ કરે છે, તેથી સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે. આ કથનમાં સમ્યગ્દષ્ટિ શાસ્ત્રસંજ્ઞાવાળા કેમ છે? તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૨૦માં કર્યું અને સમ્યગ્દષ્ટિ જીવ ત્રણે શુદ્ધિવાળું અનુષ્ઠાન કેવું કરે છે ? તે બતાવવા અર્થે શ્લોક-૨૧ થી ૨૬ સુધી ત્રણ પ્રકારની શુદ્ધિવાળાં અનુષ્ઠાનોનું પારમાર્થિક સ્વરૂપ બતાવ્યું. હવે સમ્યગ્દષ્ટિ જીવ જે અનુષ્ઠાન સેવે છે, તે સમ્યફ પ્રત્યય દ્વારા સ્વકૃતિસાધ્યત્વાદિનો યથાર્થ નિર્ણય કરીને સેવે છે, માટે તેમનું અનુષ્ઠાન યોગ બને છે, તે બતાવવા માટે સમ્યફ પ્રત્યયપૂર્વકની વૃત્તિનું સ્વરૂપ બતાવે છે – શ્લોક : आत्मनेष्टं गुरुर्ब्रत लिङ्गान्यपि वदन्ति तत् । त्रिधाऽयं प्रत्ययः प्रोक्तः सम्पूर्णं सिद्धिसाधनम् ।।२७।। અન્વયાર્થ :માત્મનેખું-પોતાના વડે ઈષ્ટ છે, ગુર્જંતે ગુરુ કહે છે, નિપિ =લિંગો પણ ત—તે અનુષ્ઠાનને વનિ કહે છે. ત્રિઘાત્રણ પ્રકારવાળો હેં આ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142