Book Title: Apunarbandhaka Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 126
________________ અપુનબંધકદ્વાäિશિકા/શ્લોક-૨૮ ૧૦૩ ધર્માનુષ્ઠાનનું કારણ બનતું નથી, તેથી તે ધર્માનુષ્ઠાનથી કંઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી; પરંતુ જે જીવો પોતાની શક્તિ આદિનું સમાલોચન કરીને આત્માદિ ત્રણ પ્રત્યયો પૂર્વક ઉચિત ધર્માનુષ્ઠાન સ્વીકારે, અને તે સ્વીકારાયેલું ધર્માનુષ્ઠાન પ્રકૃતિરૂપે બને, ત્યારે તેના ઉત્તરના ધર્માનુષ્ઠાનની શક્તિનો સંચય થયો કહેવાય; અને ઉત્તરના ધર્માનુષ્ઠાનની શક્તિ સંચય થઈ જાય ત્યારે, તે ઉત્તરના ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્તિ પણ પૂર્વની જેમ જ ત્રણ પ્રત્યયથી કરે, તો અંતે લક્ષ્યની પણ પ્રાપ્તિ અવશ્ય થાય છે. આ રીતે ઉત્તર ઉત્તરના અનુષ્ઠાનની પ્રાપ્તિના કારણભૂત પૂર્વ પૂર્વના ધર્માનુષ્ઠાનનું સેવન તે પારમાર્થિક સિદ્ધિ છે; પરંતુ જેઓ ત્રણ પ્રત્યયનો વિચાર કર્યા વગર ધર્માનુષ્ઠાન સ્વીકારે છે, તેઓનું તે ધર્માનુષ્ઠાન ઉત્તરના ધર્માનુષ્ઠાનનું કારણ તો નથી, પરંતુ પાતશક્તિના અનુવેધવાળું છે અર્થાત્ વર્તમાનમાં જે ધર્માનુષ્ઠાન સેવે છે, તે ધર્માનુષ્ઠાનથી યોગની વૃદ્ધિ થવાને બદલે યોગમાર્ગથી પાત થાય તેવું છે, માટે કલ્યાણનું કારણ નથી. જેમ કોઈ હાડકાદિ શલ્યથી ઉપહત થયેલા સ્થાનમાં પ્રાસાદાદિની રચના કરે=ચણાવે, તો તે પ્રાસાદાદિ પાતશક્તિના અનુવેધવાળા હોવાથી પ્રાસાદાદિની સિદ્ધિ નથી; તેમ આત્માદિ ત્રણ પ્રત્યયોના સમાલોચન વિના સ્વીકારાયેલા અનુષ્ઠાનમાં, મિથ્યાભિનિવેશ અને મિથ્યાપ્રવૃત્તિરૂપ પાતશક્તિનો અનુવેધ હોવાને કારણે, તે અનુષ્ઠાનથી કોઈ ગુણની પ્રાપ્તિ નથી, તેથી પરમાર્થથી તે અનુષ્ઠાનની તેને સિદ્ધિ નથી. આનાથી શું ફલિત થાય ? તે બતાવતાં કહે છે – આત્માદિ ત્રણ પ્રત્યયવાળાને જ ઉત્તરની સિદ્ધિનાં સંયોગથી સિદ્ધિ સિદ્ધ થાય છે. માટે મિથ્યાભિનિવેશથી રહિત અને સ્વીકારવા યોગ્ય અનુષ્ઠાનવિષયક શાસ્ત્રાનુસારી સ્વશક્તિ આદિના પર્યાલોચનથી થતું સમ્યજ્ઞાન, અને તે સમ્યજ્ઞાનથી નિયંત્રિત ઉચિત પ્રવૃત્તિ જે સાધક યોગી કરે છે, તે યોગીઓને આત્માદિ ત્રણ પ્રત્યયો હોય છે, અને આત્માદિ ત્રણ પ્રત્યયવાળાઓને સેવાતા અનુષ્ઠાનથી ઉત્તરોત્તરના સંયમની વૃદ્ધિ થાય તેવી સિદ્ધિ થાય છે. વળી કેટલાક જીવો એવું માને છે કે સ્વપરાક્રમથી અશક્ય કાંઈ નથી. એવા સાધકો આત્માદિ પ્રત્યયપૂર્વક અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે તો તેઓને સિદ્ધિ પ્રાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142