________________
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૩૧-૩૨
૧૧૫ રહેલું સમ્યત્વરૂપી બીજ અંકુરાના ઉભેદ જેવું છે, તેથી તે સમ્યગ્દષ્ટિ જીવો ઉચિત અનુષ્ઠાન કરીને ક્રમસર સંયમની પ્રાપ્તિ કરે છે, અને અંતે અસંગભાવવાળા અનુષ્ઠાનને પ્રાપ્ત કરે છે, જે ફળથી લચી પડેલા ન્યગ્રોધ વૃક્ષ જેવા સંયમની પ્રાપ્તિરૂપ છે, તેથી સમ્યગ્દષ્ટિનું આ અનુષ્ઠાન શુભ અનુબંધપ્રધાન છે અર્થાત્ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને અસંગભાવમાં વિશ્રાંત પામે છે, જેનાથી મહાત્મા એવા યોગીઓ શીધ્ર મોહનું ઉમૂલન કરીને વીતરાગ સર્વજ્ઞ બનશે, તેથી સમ્યગ્દષ્ટિને ઈષ્ટ એવા અસંગભાવનું પ્રબળ કારણ વિવેકમૂલક એવું તેનું અનુષ્ઠાન બને છે, માટે સમ્યગ્દષ્ટિ આત્માઓનું આ અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન સર્વોત્તમ અનુષ્ઠાન છે. ૩૧ાા અવતરણિકા :
શ્લોક-૩૧ની અવતરણિકામાં કહેલ કે વિષયશુદ્ધ આદિ ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનોમાં કોને કયું અનુષ્ઠાન હોય છે? તેથી શ્લોક-૩૧માં સમ્યગ્દષ્ટિને અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન હોય છે તે બતાવ્યું. હવે વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન કોને હોય છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
तत्तत्तन्त्रोक्तमखिलमपुनर्बन्धकस्य च ।
अवस्थाभेदतो न्याय्यं परमानन्दकारणम् ।।३२।। અન્વયાર્થ -
વ=તુ વળી તત્તત્તન્નોવાં તે તે શાસ્ત્રમાં કહેવાયેલું ઉત્ન—સમસ્ત અનુષ્ઠાન અવસ્થામેત =અવસ્થાના ભેદથી પુનર્વસ્વ અપુનબંધકને પરમાનન્દવારા—પરમાનંદનું કારણ=પ્રશમ સુખનું કારણ ચાવ્યંયુક્ત છે. ૩૨ા. શ્લોકાર્ચ -
વળી તે તે શાસ્ત્રમાં કહેવાયેલું સમસ્ત અનુષ્ઠાન અવસ્થાના ભેદથી અપુનબંધકને પરમાનંદનું કારણ યુક્ત છે. ll૩૨ાા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org