________________
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૮-૨૯
૧૦૫ અનધિકારી સાધક ઉપાયમાં પ્રવૃત્તિ કરે તો ઉપેયની સિદ્ધિ થાય નહીં; અને જે હાઠિકો સ્વશક્તિ આદિના સમાલોચન વિના સર્વવિરતિ ગુણસ્થાનક સ્વીકારે, અને તેમાં તે ગુણસ્થાનકને અનુરૂપ શક્તિનો સંચય નહીં થયેલો હોવાથી દૃઢ યત્નપૂર્વક પણ સંયમની ક્રિયા કરે તો પણ ગુણસ્થાનકની નિષ્પત્તિ થાય નહીં.
જેમ વર્તમાનમાં અલ્પ સંઘયણ બળવાળા સાધુ દૃઢ યત્નપૂર્વક પણ જિનકલ્પના આચારોને પાળે, તોપણ જિનકલ્પીઓની જેમ અસંગભાવવાળા થઈ શકે નહીં, તેના બદલે પોતાની ભૂમિકાને ઉચિત અનુષ્ઠાન સેવે તો ઉત્તર ઉત્તરના ગુણની પ્રાપ્તિ દ્વારા અસંગઅનુષ્ઠાનની પ્રાપ્તિની પૂર્વભૂમિકાવાળા સંયમને પ્રાપ્ત કરી શકે; પરંતુ હઠથી જિનકલ્પીના આચારમાં યત્ન કરે તોપણ કાર્યસિદ્ધિ થાય નહીં, તેમ જેઓની ચિત્તવૃત્તિ સર્વવિરતિને અનુકૂળ ભૂમિકાવાળી નથી, તેવા સાધકો હઠથી પણ સર્વવિરતિમાં યત્ન કરે તો પણ પાણીમાંથી જેમ ઘડો ન થાય, તેમ તેમની ક્રિયાથી વિરતિની પરિણતિ પ્રાપ્ત થાય નહીં. ll૨૮I અવતરણિકા :
શ્લોક-૨૭માં કહ્યું કે આત્માદિ ત્રણ પ્રત્યયો સાધ્યની નિષ્પત્તિનાં અવ્યભિચારી કારણ છે. હવે આવા ત્રણ પ્રત્યયોપૂર્વક કયા સાધકો પ્રવૃત્તિ કરે છે ? અને તે સાધકો અન્ય સાધકો કરતાં કેમ જુદા છે ? તે સ્પષ્ટ કરે છે –
શ્લોક :
सद्योगारम्भकस्त्वेनं शास्त्रसिद्धमपेक्षते ।
सदा भेदः परेभ्यो हि तस्य जात्यमयूरवत् ।।२९।। અન્વયાર્થ :
સોરHવસ્તુ=સદ્યોગારંભક જ=સાનુબંધ યોગના આરંભક જ શાસ્ત્રસિદ્ધમ્ નં=શાસ્ત્રસિદ્ધ એવા આને=આત્માદિ પ્રત્યયને, પક્ષd=અવલંબે છે; દિ જે કારણથી રામપૂરવજાતિવંત મોરની જેમ તસ્ય તેનોસદ્યોગારંભકતો, પચ્યો પરથી=અસોગારંભકથી સવા=સદા મે=ભેદ છે. ૨૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org