________________
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૯-૩૦
૧૦૭ “સદ્યોગભવની=પરિશુદ્ધયોગયોગ્યની, આવા પ્રકારની પણ તત્કારીતષીત્વ પ્રકારની પણ વૃત્તિ=પ્રવૃત્તિ, નથી, જે કારણથી જાય એવો મોર પણ અજાત્ય ધર્મોને-કુજાત્ય મોરની ચેષ્ટાઓને, ક્યારેય સેવતો નથી.” (યોગબિંદુ શ્લોક-૨૪૧) ૨૯. ભાવાર્થ - સાનુબંધ યોગના આરંભક જીવો હંમેશાં આત્માદિ પ્રત્યયપૂર્વક જ પ્રવૃત્તિ કરે તેમાં યુક્તિ :
સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રચક્ષુવાળા હોય છે, તેથી શાસ્ત્રસિદ્ધ એવા આત્માદિ પ્રત્યયોનું અવલંબન લે છે, અને આત્માદિ પ્રત્યયોનું અવલંબન લઈને પોતે જે ભૂમિકામાં છે તે ભૂમિકાને ઉચિત જે અનુષ્ઠાન હોય તેનું સેવન કરે છે, તેથી જે સમ્યગ્દષ્ટિ જીવોની સર્વવિરતિને અનુકૂળ પોતાની શક્તિ ન હોય તેઓ શાસ્ત્રસિદ્ધ એવા આત્માદિ પ્રત્યય દ્વારા પોતાની શક્તિને અનુરૂપ દેશવિરતિ આદિ અનુષ્ઠાન પણ સ્વીકારે, જેના બળથી સાનુબંધયોગની પ્રાપ્તિ થાય. વળી આ સદ્યોગારંભક એવા સમ્યગ્દષ્ટિ જીવો જાતિવંત મોર જેવા હોય છે, તેથી જેમ જાત્યમયૂર હંમેશાં અજાત્યમયૂરની જેમ ચેષ્ટા કરે નહીં, તેમ સદ્યોગારંભક એવા સમ્યગ્દષ્ટિ જીવો અવિચારકની જેમ આત્માદિ પ્રત્યય વિના કર્તવ્ય એવા પણ ધર્માનુષ્ઠાનનો સ્વીકાર કરે નહીં. જ્યારે અજાત્ય મોર જેવા અવિચારક જીવો પોતાની શક્તિનું સમાલોચન કર્યા વગર અનુષ્ઠાનને સ્વીકારે છે અને શાસ્ત્રવિધિથી નિરપેક્ષ તે અનુષ્ઠાન કરીને ‘તત્કારી તદુદ્વેષી બને છે અર્થાત્ ભગવાનનું બતાવેલ અનુષ્ઠાન કરે છે, અને ભગવાને બતાવેલ અનુષ્ઠાનની વિધિ પ્રત્યે ઉપેક્ષા કરીને કે દ્વેષ કરીને સ્વમતિ પ્રમાણે વર્તે છે. ૨૯ અવતરણિકા :
જેમ અજાત્યમયૂર કરતાં જાત્યમયૂર જુદા હોય છે, તેમ અસદ્યોગારંભક કરતાં સદ્યોગારંભક સમ્યગ્દષ્ટિ સદા જુદા હોય છે, તેથી તેઓ હંમેશાં શાસ્ત્રસિદ્ધ એવા આત્માદિ પ્રત્યયનું અવલંબન લે છે, એમ પૂર્વશ્લોકમાં કહ્યું. ત્યાં જાત્યમયૂરનો જેમ અજાત્યમયૂર કરતાં ભેદ છે, તેમ સોગારંભકતો અસહ્યોગારંભક કરતાં શું ભેદ છે ? તે હવે બતાવે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org