________________
૯૮
અપુનબંધકદ્વાર્જિશિકા/શ્લોક-૨૭ સિદ્ધિના સૂચક એવા લિગની પ્રાપ્તિ, સંપૂર્ણ-અવ્યભિચારી, સિદ્ધિનું સાધન છે=ઈષ્ટ એવા ગુણસ્થાનકની નિષ્પત્તિનું કારણ છે.” (યોગબિંદુ શ્લોક-૨૩૨) પરા ભાવાર્થ :સંપૂર્ણ સિદ્ધિના ઉપાયભૂત ત્રણ પ્રત્યયોનું સ્વરૂપ :
ગુણસ્થાનકની વૃદ્ધિના ક્રમથી જીવ અસંગભાવવાળો થાય છે અને વીતરાગ સર્વજ્ઞ બને છે, એ પ્રમાણે જે યોગીઓ જાણે છે, તેવા યોગીઓ પોતે કઈ ભૂમિકામાં છે ? અને તેના ઉત્તરની ભૂમિકા પોતે સાધી શકે તેમ છે કે નહીં ? તેનો નિર્ણય સ્વપ્રજ્ઞાથી પ્રામાણિકપણે કરે છે. અને આવા યોગીઓન (૧) આત્મપ્રત્યયથી : ‘આ અનુષ્ઠાન હું શાસ્ત્રવિધિ અનુસાર સેવી શકીશ' એ પ્રકારનો વિશ્વાસ પ્રગટે છે, ત્યારે તે યોગીઓને તે સદનુષ્ઠાન સ્વકૃતિસાધ્યતાદિરૂપે ઇષ્ટ બને છે, (૨) ગુરુપ્રત્યયથી : ગુરુ પણ તેને તે સદનુષ્ઠાન કર્તવ્યરૂપે કહે છે અને (૩) લિંગપ્રત્યયથી : ગુરુના વચનથી ઉત્સાહિત થઈને આવા યોગીઓ તે અનુષ્ઠાન સ્વીકારવા માટે તત્પર થાય ત્યારે શાસ્ત્રમાં સિદ્ધ એવાં સિદ્ધિસૂચક નંદી-તૂરાદિ લિંગો પણ તેમને સહજ પ્રાપ્ત થાય છે. આ ત્રણના બળથી તે યોગીને સ્થિર વિશ્વાસ પ્રગટે છે કે “આ અનુષ્ઠાન સેવીને હું ઇષ્ટ એવા ઉત્તરના ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકીશ', અને આ વિશ્વાસ તે ગુણસ્થાનકની નિષ્પત્તિમાં અવ્યભિચારી કારણ છે.
તે પ્રમાણે (૧) સમ્યગ્દષ્ટિ જીવ પોતે જે ભૂમિકામાં છે તે ભૂમિકાનો નિર્ણય કરીને કર્યું અનુષ્ઠાન મારા કૃત્યથી સાધ્ય છે' તેનો ઊહ કરે છે, અને પોતાને તે અનુષ્ઠાન સ્વકૃતિસાધ્યતાદિરૂપે ઇષ્ટ દેખાય ત્યારે (૨) પોતાને ધર્મોપદેશ આપનારા ગુરુને હવે મારે શું કરવું ઉચિત છે ?' એવી પૃચ્છા કરે, અને તેના ધર્મોપદેશક ગુરુ, જીવની પ્રકૃતિને, તેના સંયોગોને અને તેની શારીરિકાદિ સ્થિતિને સારી રીતે જાણતા હોય છે, તેથી તેનો વિચાર કરીને તેના માટે કર્યું અનુષ્ઠાન કર્તવ્ય છે, તે શાસ્ત્રમતિથી આલોચન કરીને તેને સેવવાનું કહે છે. આવા સમ્યગ્દષ્ટિ જીવને સ્વકૃતિસાધ્યત્વાદિથી પોતાને જે સેવવા યોગ્ય લાગતું હતું, તે અનુષ્ઠાનને જો ગુરુ બતાવે તો તેને સ્થિર વિશ્વાસ થાય છે કે “આ અનુષ્ઠાન સેવીને હું અવશ્ય ઉત્તરના ગુણસ્થાનકને પ્રાપ્ત કરીશ.” તે અનુષ્ઠાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org