________________
૭૦
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૦ વિચિકિત્સાનું, ચિત્તસ્વાથ્થરૂપ સમાધિનું અથવા જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ સમાધિનું પ્રતિકૂળપણું છે વિરોધીપણું છે.
પૂર્વમાં કહ્યું કે યુક્તિથી સમુપપન્ન પણ અર્થમાં વિચિકિત્સા થાય તો સમાધિનો બાધ થાય છે, તેથી યુક્તિથી સમુપપત્ર અર્થમાં વિચિકિત્સા કેમ થાય છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
જે કારણથી શ્રોતાને આશ્રયીને અર્થ (૧) સુખાધિગમ, (૨) દુરધિગમ અને (૩) અનધિગમ એ રૂપ ત્રણ પ્રકારે ભેદાય છે=ભેજવાળો થાય છે. જે પ્રમાણે ચિત્રકર્મમાં નિપુણ ચક્ષુવાળા એવા પુરુષને રૂપસિદ્ધિ આદ્ય છેઃ સુખાધિગમરૂપ અર્થ છે, તે જ અર્થ અતિપુણને=ચક્ષુવાળા એવા અતિપુણને બીજો છે-દુરધિગમરૂપ અર્થ છે. વળી અંધને ત્રીજો છે અનધિગમરૂપ અર્થ છે. “તિ' શબ્દ ત્રણ પ્રકારના અર્થના સ્વરૂપ કથનની સમાપ્તિમાં છે. ત્યાં સુખાધિગમાદિ ત્રણ ભેદમાં, પ્રથમ અને ચરમ પુરુષને સુખાધિગમવાળા અને અધિગમવાળા પુરુષને, વિચિકિત્સા નથી; કેમ કે પ્રથમ નિશ્ચય છે અને ચરમને અસિદ્ધિ છે. વળી બીજામાં દુરધિગમવાળા પુરુષમાં, દેશ, કાળ અને સ્વભાવથી વિપ્રકૃષ્ટ એવા ધર્મ-અધર્માદિમાં થતી તે=વિચિકિત્સા, મહાઅનર્થ કરનારી છે.
જે કારણથી આગમ છે “વિચિકિત્સા સમાપઘ=વિચિકિત્સાને પ્રાપ્ત, આત્મા હોતે છતે સમાધિ પ્રાપ્ત કરતો નથી." (આચારાંગ-પ-૧૬૧)
આથી વિચિકિત્સાને પ્રાપ્ત આત્મા સમાધિ પ્રાપ્ત કરી શકતો નથી આથી, ચિત્તશુદ્ધિને માટે શાસ્ત્ર જ આદરણીય છે, એ પ્રમાણે ભાવ છે. જે કારણથી કહેવાયું છે જે કારણથી ‘યોગબિંદુ’ શ્લોક-૨૨૯માં કહેવાયું છે –
“જે પ્રમાણે જળ મલિન વસ્તુનું અત્યંત શોધન કરે છે, તે પ્રમાણે અંતઃકરણરૂપ રત્નનું ચિત્તરત્નનું, શાસ્ત્ર અત્યંત શોધન કરે છે, એ પ્રમાણે પંડિત પુરુષો કહે છે.” (યોગબિંદુ શ્લોક-૨૨૯) I૨૦ ||
‘સમુquત્રેડપિં' અહીં ‘પ' થી એ કહેવું છે કે યુક્તિથી સમુપપન્ન ન હોય ત્યાં તો શંકા થાય, પરંતુ યુક્તિથી સમુપપત્રમાં પણ મતિના વ્યામોહથી ઉત્પન્ન થયેલી શંકા થાય છે.
જ “ધર્માધવો' અહીં ‘ક’ થી આકાશાદિનું ગ્રહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org