________________
અપુનબંધક દ્વાત્રિંશિકા|શ્લોક-૨૨
૭૯
ત્યાં પ્રશ્ન થાય કે મોક્ષ માટે કરાતી ભૃગુપાતાદિ ક્રિયા સાવઘ પ્રવૃત્તિ છે, તેથી તે અનુષ્ઠાનને વિષયશુદ્ધ કેમ કહી શકાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે મોક્ષ માટે કરાતી ભૃગુપાતાદિ ક્રિયાની સ્વરૂપથી સાવઘતાને આશ્રયીને અનુષ્ઠાન શુદ્ધ કહેલ નથી, પરંતુ તે અનુષ્ઠાનથી ઉપાદેય એવી મુક્તિને મેળવવાનો આશય છે, અને તે આશય થોડોક વિવેકવાળો છે, તેથી તે અનુષ્ઠાનને શુભ કહેલ છે. ‘આ વિષયશુદ્ધ અનુષ્ઠાન પણ તત્ત્વ તરફ વળે એવા કદાગ્રહ વગરના અપુનર્બંધક જીવોને હોય છે.’ તેઓને હજુ વિવેકચક્ષુ ખૂલી નથી, તેથી મોક્ષના ઉપાય માટે કેવી પ્રવૃત્તિ કરવી જોઈએ, તેનો કંઈ બોધ નથી; આમ છતાં સંસારનું સ્વરૂપ જન્મ, જરા આદિરૂપ જોઈને સંસારથી પર એવા મોક્ષને મેળવવાનો અભિલાષ થયો એટલો અંશ શુભ છે. તેને આશ્રયીને મોક્ષ માટે કરાતા પતનાદિ અનુષ્ઠાનને વિષયશુદ્ધ અનુષ્ઠાન કહેલ છે.
વળી જે જીવો સ્કૂલ આચારવાળા લોકોની દૃષ્ટિથી મોક્ષના અર્થે યમનિયમાદિ આચારો પાળે છે, તે જીવોનું અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. જેમ ભગવાનના વચનાનુસાર જીવાદિ તત્ત્વોને નહીં જાણનારા, પ્રથમ ગુણસ્થાનકમાં રહેલા પૂરણાદિ તાપસોનું અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધ હતું; અને ઉપલક્ષણથી જૈનદર્શનના આચારોને પાળનારા પણ જે જીવોને હજુ શાસ્ત્રનો ૫૨માર્થ જોઈ શકે તેવો ઉઘાડ થયો નથી, આમ છતાં મોક્ષને માટે શ્રાવકાચાર પાળે છે અથવા સાધ્વાચાર પાળે છે તે સર્વ જીવોનું અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધ છે.
-
અહીં વિશેષ એ છે કે વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં મોક્ષના આશય સિવાય ક્રિયાનો અંશ લેશ પણ શુભ નથી તેથી મોક્ષના ઉદ્દેશમાત્રને આશ્રયીને તે અનુષ્ઠાન શુદ્ધ છે, તેથી તે વિષયશુદ્ધ છે. સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનમાં મોક્ષનો ઉદ્દેશ છે હિંસાદિના ત્યાગનો પરિણામ પણ છે અને યમાદિનું આચરણ પણ છે; આમ છતાં વિવેક અલ્પ હોવાના કા૨ણે હિંસાદિનો પરિહાર સ્થૂલથી છે, તેથી બીજા પ્રકારના અનુષ્ઠાનમાં સ્કૂલથી હિંસાનો પરિહાર હોવા છતાં સૂક્ષ્મ હિંસાદિનું સેવન પણ છે. આમ હોવાથી સૂક્ષ્મ હિંસાદિના સેવનને આશ્રયીને તે અનુષ્ઠાનને સ્વરૂપશુદ્ધ કહેલ નથી, પરંતુ સ્થૂલથી હિંસાદિનો પરિહાર છે, તેને આશ્રયીને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org