________________
૮૬
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪ કેમ કે સ્થૂલથી યાદિની આચરણા પણ મોક્ષને અનુકૂળ છે અને મોક્ષની ઇચ્છા પણ મોક્ષને અનુકૂળ છે, તેથી બીજા પ્રકારના સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનમાં મોક્ષરૂપ કાર્યને અનુકૂળ કંઈક સારૂપ્ય છે; અને પ્રથમ પ્રકારના વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં ક્રિયા સર્વથા મોક્ષને અનુરૂપ નથી, તોપણ મોક્ષની ઇચ્છાને મોક્ષરૂપ કાર્ય સાથે કંઈક સારૂપ્ય છે; કેમ કે જે કોઈ જીવો મોક્ષમાં ગયા છે, તેઓને પ્રથમ મોક્ષની ઇચ્છા પ્રાપ્ત થઈ હતી અને તે મોક્ષની ઇચ્છા જ સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરાવીને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામી હતી, આથી અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરાવે તેવી વિવેકવાળી ઇચ્છા વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં નહીં હોવા છતાં તેનું કારણ બને તેવી મોક્ષની ઇચ્છા આ અનુષ્ઠાનમાં છે, અને તે ઇચ્છા જ ક્રમસર ઉચિત જન્માદિની પ્રાપ્તિ દ્વારા મોક્ષના ઉપાયોમાં પ્રવૃત્તિ કરાવીને મોક્ષનું કારણ બને છે. ૨૩ અવતરણિકા -
उक्ताशयमेवाह - અવતરણિતાર્થ -
ઉક્ત આશયને જ કહે છે – ભાવાર્થ :
શ્લોક-૨૩માં કહ્યું કે બીજાઓ વિષયશુદ્ધ અનુષ્ઠાનથી ઉચિત જન્મ કહે છે અને તેનું તાત્પર્ય ટીકામાં સ્પષ્ટ કર્યું. તે આશયને ગ્રંથકારશ્રી પ્રસ્તુત શ્લોકમાં કહે છે -- શ્લોક :
मुक्तीच्छापि सतां श्लाघ्या न मुक्तिसदृशं त्वदः ।
द्वितीयात्सानुवृत्तिश्च सा स्याद्द१रचूर्णवत् ।।२४।। અન્વયાર્થ:
મુવર્તી છાપ મુક્તિની ઇચ્છા પણ સત=સપુરુષોને ધ્યા=પ્રશંસનીય છે. તુ વળી =આ વિષયશુદ્ધ અનુષ્ઠાન, વિત્તશ =મુક્તિસદશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org