________________
અપુનબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૨૪-૨૫
૯૯
નહીં થયેલો હોવાથી કંઈક વિપર્યાસ પણ છે, અને તે વિપર્યાસને કારણે અનુષ્ઠાન સેવીને તેઓ જે દોષનું વિગમન કરે છે, તે દોષો ઉત્તરમાં ફરી પાછા પ્રગટ થાય છે; કેમ કે દોષની નિષ્પત્તિના બીજરૂપ વિપર્યાસ તેઓનો ગયેલ નથી. તેથી તે યોગની ક્રિયાથી જે દોષનો નાશ થાય છે, તે દેડકાના ચૂર્ણ જેવો છે. જેમ દેડકાનું ચૂર્ણ પડ્યું હોય ત્યારે દેડકાઓનો કલકલાટ સંભળાતો નથી, પરંતુ વરસાદના નિમિત્તને પામીને તે ચૂર્ણમાંથી ફરી દેડકાઓ ઉત્પન્ન થાય ત્યારે દેડકાઓનો કલકલાટ સંભળાય છે. તેમ બીજા પ્રકારનું અનુષ્ઠાન સેવનારા જીવો પણ જ્યારે યમ-નિયમાદિનું સેવન કરે છે ત્યારે તેમના દોષો શાંત થયેલા દેખાય છે, પરંતુ આ અનુષ્ઠાનના સેવનના બળથી જન્માંત૨માં જ્યારે ભોગસામગ્રી પ્રાપ્ત કરશે ત્યારે ફરી દોષોનો ઉદ્ભવ થશે; કેમ કે દોષની ઉત્પત્તિના બીજ એવા મિથ્યાત્વનો આ જીવોએ વિવેકથી નાશ કર્યો નથી, માટે બીજા પ્રકારનું અનુષ્ઠાન સેવનારા યોગીઓનું અનુષ્ઠાન દોષની અનુવૃત્તિવાળું છે, પરંતુ નિરનુવૃત્તિ દોષના વિગમવાળું નથી.
અહીં પ્રશ્ન થાય કે નિરનુવૃત્તિ દોષનું વિગમન શેનાથી થાય ? તેથી કહે છે – ગુરુલાઘવની ચિંતાપૂર્વક ઉચિત પ્રવૃત્તિ આદિનો નિર્ણય કરીને દૃઢ યત્નથી ઉચિત પ્રવૃત્તિ આદિ કરવામાં આવે તો દોષોનો નાશ ફ૨ી અનુવૃત્તિ ન પામે તે પ્રકારનો થાય છે, પરંતુ બીજા પ્રકારના અનુષ્ઠાનવાળા યોગીઓમાં મિથ્યાત્વ વર્તે છે, તેથી શાસ્ત્રચક્ષુથી ગુરુલાઘવની ચિંતા કરી શકતા નથી, માટે તેઓના અનુષ્ઠાનથી દોષોનું વિગમન સાનુવૃત્તિ છે અર્થાત્ તેઓમાં અનુષ્ઠાનથી થયેલા દોષોનો નાશ ઉત્તરમાં અનુવૃત્તિ પામે તેવો છે. I॥૨૪॥
અવતરણિકા :
શ્લોક-૨૪માં કહ્યું કે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી ઉત્તરમાં દોષની અનુવૃત્તિ છે, તેથી તે અનુષ્ઠાન કેવું છે ? તેનું વિશેષ સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે કહે છે -
શ્લોક :
कुराजवप्रप्रायं तन्निर्विवेकमदः स्मृतम् । तृतीयात्सानुबन्धा सा गुरुलाघवचिन्तया ।। २५ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org