________________
૮૮
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૪ તે કહેવાયું છે=શ્લોકના ઉત્તરાર્ધમાં જે કહ્યું તે યોગબિંદુ શ્લોક-૨૧૭માં કહેવાયું છે –
“બીજાથી સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી, દોષનું વિગમન એકાંત અનુબંધવાળું નથી, જે કારણથી ત્યાં=બીજા પ્રકારના અનુષ્ઠાનમાં, નિયોગથી નિચ્ચે, ગુરુલાઘવચિતા આદિ નથી” (યો.બિ. ૨૧૭) રજા
ગુરુતાન્તિાદૃઢપ્રવૃવં' અહીં ‘ગરિ થી દૃઢ નિવૃત્તિનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં મુક્તિની ઇચ્છા વર્તે છે, તે મુક્તિની ઇચ્છા પણ ઉત્તમ પુરુષોને પ્રશંસનીય છે. આનાથી એ ફલિત થાય કે વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં વર્તતી મોક્ષની ઇચ્છા ઉચિત જન્મની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે. જો વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં વર્તતી મોક્ષની ઇચ્છા મોક્ષનું કારણ ન હોય તો ઉત્તમ પુરુષો ક્યારેય શ્લાઘા કરે નહીં. તેથી અર્થથી એ ફલિત થાય કે વિષયશુદ્ધ અનુષ્ઠાન પણ પરંપરાએ મોક્ષનું કારણ છે, આમ છતાં વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં કરાતી ક્રિયા સર્વથા મોક્ષસશ નથી; કેમ કે તે ક્રિયાથી લેશ પણ દોષહાનિ થતી નથી. માટે તે ક્રિયાની સપુરુષો ગ્લાઘા કરતા નથી, પરંતુ તે ક્રિયાકાળમાં વર્તતી માત્ર મોક્ષની ઇચ્છાની શ્લાઘા કરે છે. આટલો શ્લોકના પૂર્વાર્ધનો અર્થ ટીકામાં લીધેલ નથી.
ત્યાર પછી શ્લોકના ઉત્તરાર્ધમાં, બીજા અનુષ્ઠાનમાં દોષની હાનિ થાય છે, તે કેવી છે ? તે બતાવેલ છે. તેનું સ્પષ્ટીકરણ ટીકામાં કરેલ છે, તે આ રીતે –
બીજા સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનમાં દોષની હાનિ થાય છે, જે દોષની હાનિ કંઈક મોક્ષને અનુકૂળ છે; તોપણ તે પૂર્ણ વિવેકવાળી પ્રવૃત્તિ નહીં હોવાથી તે દોષહાનિ ઉત્તરમાં દોષની અનુવૃત્તિવાળી છે.
આશય એ છે કે જીવમાં રહેલો વિપર્યાસ દોષના પ્રવાહને ચલાવનાર છે, અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન કરનારા જીવો યોગમાર્ગમાં આવેલા છે અને પ્રથમની ચાર દૃષ્ટિમાંથી કોઈ દૃષ્ટિમાં રહેલા છે, તેથી તેઓને મોક્ષની ઇચ્છા છે અને મોક્ષને અનુકૂળ કંઈક પ્રવૃત્તિ પણ છે; આમ છતાં તેમને મિથ્યાત્વનો ઉચ્છેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org