________________
૭૬
અપુનર્બધકદ્વાચિંશિકા/શ્લોક-૨૧ થાઓ' એ પ્રકારની ઈચ્છાથી જનિત, પતનાદિ પણ=ભૃગુપાતાદિ પણ= પર્વત ઉપરથી પડતું મૂકવું આદિ પણ, આદ્ય વિષયશુદ્ધ અનુષ્ઠાન છે.'
‘સદ્ધિ' થી=પતિનાદ્યપિ' માં રહેલા “મરિ’ શબ્દથી, શસ્ત્રપાદન કરવત મુકાવવી, પૃથ્રવૃાાલિક ગીધડાને પીઠ અર્પણ કરવી આદિ, સ્વઘાતના ઉપાય ગ્રહણ કરાય છે. વળી શેષ સ્વઅહિંસક અનુષ્ઠાનનું શું કહેવું? એ ‘Yિ' શબ્દનો અર્થ છે. ઘરના ભાવાર્થ - ત્રણ પ્રકારનાં શુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ :
ત્રણ પ્રકારનાં શુદ્ધ અનુષ્ઠાન આ પ્રમાણે છે – (૧) વિષયશુદ્ધ અનુષ્ઠાન :- જન્મ, મૃત્યુ, રોગ, શોકથી આકુળ એવા સંસારના સ્વરૂપને જાણીને કેટલાક જીવો સંસારથી ઉદ્વિગ્ન થયેલા હોય છે અને તેનાથી છૂટવાના ઉપાયરૂપે જે સાવદ્ય અનુષ્ઠાન કરે છે તે વિષયશુદ્ધ અનુષ્ઠાન છે=તે અનુષ્ઠાનનો ઉદ્દેશ મોક્ષપ્રાપ્તિ છે, પરંતુ આચરણા મોક્ષને અનુકૂળ નથી, માટે તે અનુષ્ઠાન માત્ર ગોચરશુદ્ધ=માત્ર વિષયશુદ્ધ=લક્ષ્યશુદ્ધ છે.
(૨) સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન :- સંસારના સ્વરૂપને જાણીને સંસારથી છૂટવાના આશયવાળા લોકદૃષ્ટિથી યમાદિનું આચરણ કરે છે, તે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે મોક્ષના ઉદ્દેશથી અનુષ્ઠાન સેવાય છે, અને સ્વરૂપથી નિરવઘ પ્રવૃત્તિ છે તેથી તે અનુષ્ઠાન વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે.
(૩) અનુબંધશુદ્ધ અનુષ્ઠાન - સર્વજ્ઞના વચનાનુસારે મોક્ષને અનુકૂળ ઉત્તરોત્તર અનુષ્ઠાનની પ્રાપ્તિનું અવંધ્યકારણ બને તેવું જે અનુષ્ઠાન તે અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન છે. આ અનુષ્ઠાનનો ઉદ્દેશ મોક્ષ છે, તેથી વિષયશુદ્ધ છે, અને આ અનુષ્ઠાનની પ્રવૃત્તિ નિરવદ્ય છે માટે સ્વરૂપશુદ્ધ પણ છે, વળી આ અનુષ્ઠાન સર્વજ્ઞના વચનાનુસાર અને સ્વશક્તિના સમાલોચનપૂર્વકનું અને ઉત્તરોત્તરના અનુષ્ઠાનની પ્રાપ્તિનું અવંધ્યકારણ બને એવું છે, માટે અનુબંધશુદ્ધ પણ છે.
આ ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનોમાં પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તરનું અનુષ્ઠાન પ્રધાન છે અર્થાત્ મોક્ષપ્રાપ્તિ પ્રત્યે મુખ્ય કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org