________________
9
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૦ ભાવાર્થ :(૧) પરલોકપ્રધાન આસન્નભવ્ય જીવોની સર્વ પ્રવૃત્તિમાં શાસ્ત્રપુર સરતા :
જે જીવો નજીકમાં મોક્ષમાં જનારા છે તેમાં સહજ રીતે માર્ગાનુસારી બુદ્ધિ થયેલી હોય છે, તેથી પરલોકની પ્રવૃત્તિમાં શાસ્ત્રને પ્રમાણ કરે છે; અને સમ્યગ્દષ્ટિ જીવ નિર્મળ બુદ્ધિવાળા હોવાને કારણે તત્ત્વને જુએ છે, તેથી નજીકમાં મોક્ષમાં જનાર છે; અને આવા જીવો પરલોકની પ્રવૃત્તિ સ્વમતિ પ્રમાણે કરતા નથી, પરંતુ શાસ્ત્રઅનુસાર કરે છે; કેમ કે અતીન્દ્રિય એવા ધર્મઅધર્મના ઉપાયનો બોધ કરવા માટે તેઓની નિર્મળ બુદ્ધિમાં શાસ્ત્રથી અન્ય કોઈ પ્રમાણ જણાતું નથી, આથી આવા જીવો સર્વ પ્રવૃત્તિઓમાં શાસ્ત્રને આગળ કરતા હોય છે અર્થાત્ ધર્મ, અર્થ અને કામની કોઈપણ પ્રવૃત્તિ કરે તો તેઓ શાસ્ત્રને આગળ કરીને પ્રવૃત્તિ કરે છે.
આશય એ છે કે આસન્નભવ્ય જીવ હંમેશાં પરલોકપ્રધાન હોય છે, તેથી પરલોકને વ્યાઘાત ન થાય એ રીતે જીવવાના અર્થી હોય છે. તેઓ પોતાની શક્તિનું સમાલોચન કરીને જે પ્રવૃત્તિ પોતે કરી શકે તેવું જણાય તે પ્રવૃત્તિમાં યત્ન કરે છે અને તે પ્રવૃત્તિ હંમેશાં તેઓના પરલોકના હિતનું કારણ બને તે રીતે કરે છે; અને પરલોકના હિતનું કારણ શાસ્ત્રવચનાનુસાર કરાયેલી પ્રવૃત્તિ હોય છે, તેથી આલોકમાં પણ સંયમ ગ્રહણ ન કરી શકે તો સંસારમાં અર્થકામનું જે સેવન કરે તે પણ શાસ્ત્રનું સ્મરણ કર્યા વગર કરતા નથી અને ધર્મની પ્રવૃત્તિ પણ શાસ્ત્રનું સ્મરણ કરીને કરે છે. આ રીતે આવા જીવો સર્વ પ્રવૃત્તિ શાસ્ત્રપુરઃસર કરે છે.
અહીં પ્રશ્ન થાય કે આ ભવ્ય જીવ સર્વ પ્રવૃત્તિ શાસ્ત્રને આગળ કરીને કેમ કરે છે ? એથી કહે છે –
યુક્તિથી પ્રાપ્ત પણ અર્થમાં મતિના વ્યામોહને કારણે ઉત્પન્ન થયેલી શંકા સમાધિને પ્રતિકૂળ છે=પરલોકની સાધક એવી ચિત્તની સ્વસ્થતાનો નાશ કરનાર છે.
આશય એ છે કે યોગ્ય જીવો કોઈક રીતે પરલોકને પ્રધાન કરીને યોગમાર્ગમાં પ્રવૃત્ત હોય ત્યારે, આલોકના વિષયોથી પરામુખ થઈને આત્માની ગુણસંપત્તિને પ્રગટ કરવા માટે શાસ્ત્રવચનાનુસાર ઉચિત યોગોમાં પ્રવૃત્તિ કરે છે. આમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org