________________
અપુનબંધકદ્વાત્રિશિકા/શ્લોક-૨૦ છતાં, કોઈક સ્થાનમાં શાસ્ત્રવચનમાં શંકા થાય તો પરલોકપ્રધાન એવી ધર્મની પ્રવૃત્તિ પણ તેમના ચિત્તના સ્વાથ્યનો નાશ કરનાર બને છે; કેમ કે ચિત્તમાં ઉત્પન્ન થયેલી શંકાને કારણે પરલોકની પ્રવૃત્તિ શિથિલ મૂળવાળી થાય છે. તેથી મોક્ષને અનુકૂળ એવું ઉત્તમ ચિત્ત નષ્ટ થાય છે, માટે સંયમ ગ્રહણ કરેલ યોગી હોય અને રત્નત્રયીની પરિણતિ વર્તતી હોય એવા યોગીને પણ કોઈક નિમિત્તને પામીને પરલોકની પ્રવૃત્તિમાં સંશય થાય તો તેમની રત્નત્રયીની પરિણતિનો નાશ થાય છે, માટે પરલોકના અર્થી જીવે હંમેશાં શાસ્ત્રને પ્રધાન કરીને શંકાનો પરિહાર કરવો જોઈએ, જેથી ચિત્તની સમાધિ નાશ પામે નહીં અને પોતાનામાં પ્રગટ થયેલો યોગમાર્ગ સ્કૂલના વગર ઉત્તરોત્તર વૃદ્ધિ પામે. વળી સમ્યગ્દષ્ટિ જીવને નિર્મળ દૃષ્ટિ મળેલી હોવાથી સર્વત્ર શાસ્ત્રને આગળ કરે છે, જેથી સમાધિની પ્રતિકૂળતા વર્તતી નથી, આથી આવા જીવો શીધ્ર સંસારનો અંત કરીને મોક્ષમાં જાય છે, માટે આસન્નભવ્ય છે.
અતીન્દ્રિય પદાર્થો છમસ્થનો વિષય નથી, પરંતુ અતીન્દ્રિય પદાર્થને જોનાર સર્વજ્ઞ છે, માટે કયું વચન સર્વજ્ઞનું છે ? તેનો નિર્ણય કષાદિ પરીક્ષાથી કરીને તેમના વચન પ્રમાણે અતીન્દ્રિય પદાર્થોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. આ પ્રમાણે યુક્તિથી પ્રાપ્ત થયેલા પદાર્થોમાં પણ આરાધક જીવને શંકા કેમ થાય છે ? તેથી કહે છે --
શ્રોતાના ક્ષયોપશમને આશ્રયીને અર્થ ત્રણ પ્રકારનો છે : (૧) સુખાધિગમ= સુખે બોધ થાય તેવો, (૨) દુરધિગમ દુઃખે બોધ થાય તેવો, (૩) અનધિગમ=બોધ ન થઈ શકે તેવો. તેમાં દૃષ્ટાંત બતાવે છે --
(૧) સુખાધિગમનું દૃષ્ટાંત :- જેમ કોઈ ચક્ષુવાળો પુરુષ હોય અને ચિત્રકર્મમાં નિપુણ હોય=ચિત્રકળાને પારખવામાં નિપુણ હોય, તો ચિત્રકળાની સુંદરતાને તે પારખી શકે છે, તેથી તેને ચિત્રના સૌંદર્યનો સુખે બોધ થાય છે.
(૨) દુરધિગમનું દૃષ્ટાંત :- વળી કોઈ પુરુષ ચક્ષુવાળ હોય અને ચિત્રકળાને પારખવામાં અનિપુણ હોય તો ચિત્રના સૌંદર્યનો બોધ તેને દુઃખે થઈ શકે તેવો હોય છે. આમ છતાં કોઈ સમજાવનાર મળે તો તેને ચિત્રનો બોધ થાય છે, પરંતુ સુખે બોધ થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org