________________
૧૬
અપુનબંધકદ્વાચિંશિકાશ્લોક-૧૯ “સ્વતસધ્યતાપ્રાન્તવશ્વાસૈન' અહીં ‘’ થી બળવાન અનિષ્ટનું અનનુબંધિત્વ અને ઇષ્ટની સાધનતાનું ગ્રહણ કરવું.
નોંધ :- મૂળ શ્લોકમાં ‘યોગ:' શબ્દ છે. તેથી ટીકાના અંતે તતો ભવતત ના સ્થાને તતો યો મવતીતિ' એ પ્રમાણે પાઠ હોવો જોઈએ. ભાવાર્થ :(i) સમ્યગ્દષ્ટિને પરમાર્થથી ભાવયોગ સ્વીકારવામાં મુક્તિ - (i) સમ્યગ્દષ્ટિની અત્યંત વિવેકપૂર્વકની પ્રવૃત્તિનું સ્વરૂપ :
અવિરત સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે એમ શ્લોક-૧૬માં ગ્રંથકારશ્રીએ કહ્યું, ત્યાં કોઈકને શંકા થાય કે સમ્યગ્દષ્ટિ જીવને ભગવાનના વચનમાં સ્થિર રુચિ છે, પરંતુ ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરતા નથી, તેથી અવિરતિવાળા એવા સમ્યગ્દષ્ટિને ઉપચારથી યોગ કહી શકાય, પણ પરમાર્થથી યોગ કહી શકાય નહીં; કેમ કે મોક્ષની સાથે આત્માનું યોજન કરે તેવી ઉચિત પ્રવૃત્તિ તે યોગ કહેવાય, અને મોક્ષની સાથે આત્માનું યોજન કરે તેવી ઉચિત પ્રવૃત્તિ અવિરત સમ્યગ્દષ્ટિને હોઈ શકે નહિ, માટે અવિરત સમ્યગ્દષ્ટિને પરમાર્થથી યોગ નથી. આ શંકાના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે --
શ્લોક-૧૬માં કહ્યું કે સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે, એ નિશ્ચયવૃત્તિથી જ છે, પરંતુ કલ્પનાથી નથી; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્ર દ્વારા જ સંજ્ઞી છે, અસંજ્ઞીની જેમ શાસ્ત્ર વિના કોઈપણ અર્થમાં પ્રવર્તતા નથી.
આનાથી એ ફલિત થાય કે સમ્યગ્દષ્ટિ જીવ ધર્મની જે કોઈ પ્રવૃત્તિ કરે છે તે શાસ્ત્રવચનના સ્મરણથી તો કરે છે જ, પરંતુ સંસારની અર્થ-કામની પણ જે કોઈ પ્રવૃત્તિ કરે છે તે પણ શાસ્ત્રવચનના સ્મરણથી કરે છે. જેમ અસંજ્ઞી જીવો દીર્ઘકાલિકી સંજ્ઞા નહીં હોવાને કારણે દીર્ઘકાલિકી સંજ્ઞાથી કોઈ પણ પદાર્થમાં પ્રવૃત્તિ કરતા નથી, તેમ સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રસજ્ઞાને છોડીને અન્ય સંજ્ઞાવાળા નહીં હોવાના કારણે અન્ય સંજ્ઞાથી કોઈપણ પદાર્થમાં પ્રવૃત્તિ કરતા નથી. વળી સમ્યગ્દષ્ટિ જીવ જે કોઈ પ્રવૃત્તિ કરે છે, તે સર્વ પ્રવૃત્તિ શાસ્ત્રવચનનું સ્મરણ હોવાના કારણે શાસ્ત્રવચનથી નિયંત્રિત હોય છે, અને શાસ્ત્રવચનથી નિયંત્રિત પ્રવૃત્તિ હંમેશાં ત્રણે શુદ્ધિવાળી હોય છે તે : (૧) વિષયશુદ્ધ હોય છે, (ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org