________________
અપુનર્બધકદ્વાચિંશિકા/શ્લોક-૧૮ યોગબિંદુમાં કહ્યું છે કે અવિરત સમ્યગ્દષ્ટિની દેવ-ગુરુની પૂજાદિરૂપ ક્રિયા મુખ્ય પૂર્વસેવા છે, અને આ પૂર્વસેવા યોગ નથી પરંતુ યોગનો હેતુ છે, તેથી ઉપચારથી યોગ છે. “યોગબિંદુ'ના આ કથનમાં અપુનબંધકને મુખ્ય પૂર્વસેવા નથી, પરંતુ અવિરત સમ્યગ્દષ્ટિને મુખ્ય પૂર્વસેવા છે એમ કહેલ છે, અને ‘પૂર્વસેવા એટલે યોગ નહીં પણ યોગની પૂર્વ ભૂમિકા'; અને અપુનબંધક જીવને મુખ્ય પૂર્વસેવા નથી અને અવિરત સમ્યગ્દષ્ટિની મુખ્ય પૂર્વસેવા છે તેમ બતાવ્યું. એ કથન કઈ અપેક્ષાએ છે ? તે સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે –
નગમનયની શુદ્ધિના પ્રકર્ષની પરાકાષ્ઠાની અપેક્ષાએ અવિરત સમ્યગ્દષ્ટિની પૂર્વસેવાને મુખ્ય પૂર્વસેવા કહી છે, અને તે અપુનબંધક જીવ કરતાં અતિશયવાળી પૂર્વસેવા છે, તેમ બતાવેલ છે; અને તે અપેક્ષાએ અવિરત સમ્યગ્દષ્ટિને દ્રવ્યથી યોગ છે, અને દેશવિરતિધર આદિને ભાવથી યોગ છે. વળી, પ્રસ્તુતમાં ગ્રંથકારશ્રીએ નિશ્ચયનયનો આશ્રય કરેલ છે. તેથી અનંતાનુબંધી કષાયના વિગમનને આશ્રયીને
અવિરત સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ કહેલ છે. માટે યોગબિંદુ'ના કથન સાથે કોઈ વિરોધ નથી, એમ બુદ્ધિશાળી પુરુષોએ વિભાવન કરવું.
અહીં વિશેષ એ છે કે વ્યવહારનયથી અપુનબંધક અને અવિરત સમ્યગ્દષ્ટિને યોગ છે અને નિશ્ચયનયથી દેશવિરતિધર આદિને યોગ છે, આ પ્રકારનું યોગવિશિકાનું વચન છે. તે યોગવિશિકાના વચનમાં વ્યવહારનયને આશ્રયીને અપુનબંધક અને સમ્યગ્દષ્ટિને યોગ કહેલ છે; કેમ કે યોગના કારણમાં યોગનો ઉપચાર કરીને વ્યવહારનય યોગ કહે છે અને તે યોગવિંશિકાના વચનમાં નિશ્ચયનયને આશ્રયીને દેશવિરતિધરને યોગ કહેલ છે; કેમ કે નિશ્ચયનય ઉપચારને સ્વીકારતો નથી.
વળી, વ્યવહારનય અલ્પવિરતિને વિરતિ સ્વીકારતો નથી, તેથી ચોથા ગુણસ્થાનકે અલ્પવિરતિ હોવા છતાં વ્યવહારનય વિરતિ સ્વીકારતો નથી. પરંતુ પાંચમા ગુણસ્થાનકે વિરતિને સ્વીકારે છે, તેથી પાંચમા ગુણસ્થાનકથી ભાવથી યોગ છે, તેમ યોગવિશિકામાં કહેલ છે.
વળી, નિશ્ચયનય ચોથા ગુણસ્થાનકે અનંતાનુબંધી કષાયના વિગમનથી થયેલ અલ્પવિરતિને પણ વિરતિ સ્વીકારે છે, તેથી નિશ્ચયનય ચોથા ગુણસ્થાનકે ભાવથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org