________________
અપુનર્બધકદ્વાäિશિકા/શ્લોક-૧૮
૬૩ યોગ સ્વીકારે છે, માટે અપેક્ષાએ ચોથા ગુણસ્થાનકથી ભાવથી યોગ છે અને અપેક્ષાએ પાંચમા ગુણસ્થાનકથી ભાવથી યોગ છે, તેમ સ્વીકારવામાં વિરોધ નથી.
વળી નૈગમનય અનેક ભેદવાળો છે અને તેને પ્રસ્થકના દૃષ્ટાંતથી શાસ્ત્રમાં બતાવવામાં આવેલ છે. કોઈ પુરુષ પ્રસ્થક=ધાન્યનું માપ વિશેષ બનાવવા માટે જંગલમાં લાકડું લેવા જતો હોય ત્યારે કોઈ અન્ય પુરુષ તેને પૂછે કે “તું શું કરે છે ?” તો જંગલમાં જનાર પુરુષ કહે કે “હું પ્રસ્થક કરું છું' - આ અશુદ્ધ નૈગમનયના ભેદથી પ્રસ્થક બનાવવાની ક્રિયા છે.
અને તે પુરુષ પ્રસ્થક બનાવવા બેઠો હોય અને પ્રસ્થક થવાની તૈયારીમાં હોય ત્યારે કોઈ પૂછે કે “તું શું કરે છે ?' તો તે કહે કે હું પ્રસ્થક કરું છું' - આ પરાકાષ્ઠાને પામેલ શુદ્ધ નૈગમનથી પ્રસ્થક બનાવવાની ક્રિયા છે; કેમ કે પ્રસ્થક બનવાની તૈયારી છે ત્યારે હું પ્રસ્થક કરું છું' એમ તે પુરુષ કહે છે.
તેમ પ્રસ્થાના નિષ્પત્તિસ્થાનીય પાંચમા ગુણસ્થાનકવાળા શ્રાવકનો અધ્યાત્માદિ યોગ છે, જે ભાવથી યોગ છે, અને પ્રસ્થક બનવાની તૈયારી સ્થાનીય પ્રસ્થક બનાવવાની ક્રિયાતુલ્ય અવિરત સમ્યગ્દષ્ટિની ધર્મની ક્રિયા છે. જે ભાવથી યોગ નથી, પરંતુ ભાવથી યોગની નિષ્પત્તિની પૂર્વસેવા છે, જેને શુદ્ધ નૈગમનય પૂર્વસેવા રૂપે સ્વીકારે છે અને લાકડું કાપવા જનાર પુરુષ પ્રસ્થક કરું છું, એમ કહે છે. તેના તુલ્ય અપુનબંધકની ધર્મક્રિયા છે, જેને અશુદ્ધ નૈગમનય પૂર્વસેવારૂપે સ્વીકારે છે.
આથી એ પ્રાપ્ત થાય કે પાંચમા ગુણસ્થાનકે ભાવથી યોગ છે, તેનું કારણ એવી પૂર્વસેવા અવિરતસમ્યગ્દષ્ટિને છે, તેથી શુદ્ધિની પરાકાષ્ઠાને પામેલ નૈગમનય તેને પૂર્વસેવા સ્વીકારે છે; અને અવિરત સમ્યગ્દષ્ટિની દેવ-ગુરુની પૂજાદિ ક્રિયાને મુખ્ય પૂર્વસેવા યોગબિંદુ શ્લોક-૨૦૯માં કહી, તે ભાવથી દેશવિરતિધર આદિમાં વર્તતા યોગની પ્રાપ્તિની અતિ આસન્ન હોવાને કારણે પરાકાષ્ઠાને પામેલ નૈગમનયની શુદ્ધિની અપેક્ષાએ છે. સંક્ષેપ -
સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે અપુનબંધક જીવને યોગની પ્રાપ્તિના કારણભૂત એવી પૂર્વસેવા તે દ્રવ્યયોગ છે, અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવને પણ યોગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org