________________
પ૭
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૮ ભગવાનના આ વચનના સ્મરણથી ભોગની ઇચ્છા નિવર્તન પામતી હોય તો સમ્યગ્દષ્ટિને ભોગ પ્રત્યેનું વલણ રહેતું નથી; આમ છતાં, બળવાન કર્મ હોય તો “સત્સં વમ' ઇત્યાદિ ભગવાનના વચન દ્વારા પણ ભોગની ઇચ્છા શમે નહીં ત્યારે ભગવાને શું કરવાનું કહ્યું છે, તેનું સ્મરણ કરીને સમ્યગ્દષ્ટિ જીવ ભોગની ઇચ્છાના શમનના ઉપાયભૂત ભોગમાં તે રીતે પ્રવૃત્તિ કરે કે જેથી ભોગની ઇચ્છાથી આકુળ બનેલું ચિત્ત શમન પામે, અને પોતાની યોગમાર્ગની પ્રવૃત્તિ અતિશયપણાથી થાય, તેથી સમ્યગ્દષ્ટિની ભોગની ક્રિયા પણ ભોગની વ્યાકુળતાનું નિવારણ કરીને નિરાકુળ રીતે યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવાનું કારણ બને છે, તેથી ભોગકાળમાં પણ ભોગની વ્યાકુળતાના નિવારણનો શુભ અધ્યવસાય હોવાથી ભોગની ક્રિયા ચારિત્રમોહનીયકર્મના ક્ષયનું કારણ બને છે, પરંતુ કર્મબંધનું કારણ બનતી નથી, આથી સમ્યગ્દષ્ટિની ભોગની ક્રિયા ચિત્તની વ્યાકુળતાનું નિવારણ કરી નિરાકુળ ચેતનાને પ્રગટ કરવાને અનુકૂળ સત્ત્વના ઉત્કર્ષનું કારણ બને છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવ જ્યારે ભોગની ક્રિયા કરે છે કે અર્થોપાર્જનાદિ કરે છે, ત્યારે પણ પોતાના લક્ષ્યના વિસ્મરણ વગર ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે, તેથી તેની ભોગાદિની પ્રવૃત્તિ પણ તેના લક્ષ્યભૂત એવા મોક્ષનો ઉપાય બને છે. તેને સામે રાખીને ગ્રંથકારશ્રીએ કહ્યું કે --
જે ભવના હેતુ છે તેને પણ સમ્યગ્દષ્ટિ જીવ પરિણામવિશેષથી મોક્ષના હેતુ બનાવે છે.”
આનાથી એ પ્રાપ્ત થયું કે સમ્યગ્દષ્ટિ જીવની અર્થ-કામની ક્રિયા પણ પરિણામવિશેષને કારણે મોક્ષનું કારણ છે. આ કથનનો સંવાદિ યોગબિંદુનો શ્લોક-૨૪૬-૨૪૭ છે.
અહીં પૂર્વપક્ષી શંકા કરે છે કે સમ્યગ્દષ્ટિના એકલા શુભ પરિણામથી શું થાય ? કેમ કે મોક્ષ પ્રત્યે શુભ પરિણામ અને ક્રિયા બંને કારણ છે.
પૂર્વપક્ષીનો આશય એ છે કે મોક્ષમાં જવાનો બળવાન અભિલાષ સમ્યગ્દષ્ટિને છે, તે રૂપ શુભ પરિણામ તેનામાં સદા વર્તે છે, તોપણ મોક્ષને અનુકૂળ એવી સંયમની ક્રિયાને છોડીને સંસારની ક્રિયા કરે છે, તેથી મોક્ષની પ્રાપ્તિમાં એકલા શુભ પરિણામથી શું થાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org