________________
પ૬
અપુનર્ધધકદ્વાચિંશિકા/શ્લોક-૧૮ જીવ કુટુંબચિંતાદિ વ્યાપારરૂપ ભવના હેતુઓને જ પરિણામવિશેષથી મોક્ષના હતુરૂપે પરિણમન પમાડે છે.
અહીં પ્રશ્ન થાય કે કુટુંબચિંતાદિ વ્યાપાર ભવનો હેતુ છે, તે મોક્ષનો હેતુ કઈ રીતે બને ? તેથી ગ્રંથકારશ્રી કહે છે --
જે જેટલા ભવના હેતુ છે તે સર્વ તેટલા જ મોક્ષના હેતુ છે આ પ્રકારના વચનનું પ્રમાણપણું છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે “આ અનુષ્ઠાનો ભવના હેતુ છે” અને “આ અનુષ્ઠાનો મોક્ષના હેતુ છે”, એવો નિયત વિભાગ નથી; પરંતુ કોઈપણ અનુષ્ઠાન જીવના પરિણામથી ભવનો હેતુ બને છે અને તેનું તે જ અનુષ્ઠાન જીવના પરિણામથી મોક્ષનો હેતુ બને છે. તેથી સ્થૂલ વ્યવહારથી કુટુંબચિંતાદિ વ્યાપાર ભવનો હેતુ હોવા છતાં સમ્યગ્દષ્ટિ જીવ સ્વપરિણામના બળથી તે ભવના હેતુઓને મોક્ષના હેતુરૂપે પરિણમન પમાડે છે, માટે સમ્યગ્દષ્ટિનો કુટુંબચિંતાદિ વ્યાપાર યોગ છે.
અહીં વિશેષ એ છે કે સમ્યગ્દષ્ટિ જીવોમાં પારમાર્થિક દૃષ્ટિનો ઉઘાડ થયેલો છે, તેથી સર્વકર્મરહિત અવસ્થા તેમને સાર લાગે છે અને ભવની અવસ્થા અસાર લાગે છે. વળી સમ્યગ્દષ્ટિને સર્વકર્મરહિત અવસ્થાની પ્રાપ્તિની બળવાન રૂચિ છે, અને માર્ગાનુસારી પ્રજ્ઞા હોવાને કારણે સંસારના ઉચ્છેદનો ઉપાય ભગવાનના વચનાનુસાર સર્વ પ્રવૃત્તિ છે, એવો સ્થિર નિર્ણય છે; અને ભગવાનનું વચન “દરેક જીવને સ્વશક્તિ પ્રમાણે મોક્ષને અનુકૂળ ઉચિત અનુષ્ઠાન કરવાનું કહે છે, જ્યાં શક્તિ નથી તે અનુષ્ઠાન પ્રત્યે બળવાન ઇચ્છા રાખવાનું કહે છે અને શક્તિ અનુસાર અનુષ્ઠાન સેવીને ઉપરના અનુષ્ઠાનની શક્તિને પ્રગટ કરવાનું કહે છે, પરંતુ સ્વશક્તિનું સમાલોચન કર્યા વગર અનુષ્ઠાન કરવાનું કહેતું નથી.” તેથી સમ્યગ્દષ્ટિ જીવ જ્યાં પોતાની શક્તિ છે, ત્યાં ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરે છે, જ્યાં શક્તિ નથી ત્યાં પ્રવૃત્તિ કરતા નથી પરંતુ બળવાન ઇચ્છા રાખે છે અને સંસારની પ્રવૃત્તિ પણ ભગવાનના વચનનું સ્મરણ કરીને વિવેકપૂર્વક કરે છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવને કામની ઇચ્છા થાય ત્યારે તેનામાં રહેલો વિવેક તેને ભગવાનના વચનનું સ્મરણ કરાવે છે; અને ભગવાને ‘સન્ત માં વિર્સ IT' ઇત્યાદિ દ્વારા ભોગોની નિંદા કરેલ છે, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org