________________
૫૮
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૮ વસ્તુતઃ મોક્ષના અર્થી જીવો મોક્ષના ઉપાયભૂત સંયમમાં યત્ન કરે તો શીઘ મોક્ષની પ્રાપ્તિ થાય, તેથી એકલા શુભ પરિણામથી ઇષ્ટ એવા મોક્ષની પ્રાપ્તિ થતી નથી, પરંતુ મોક્ષની પ્રાપ્તિના અર્થીએ ક્રિયામાં પણ યત્ન કરવો જોઈએ. તેથી ગ્રંથકારશ્રી કહે છે -- અવિરત સમ્યગ્દષ્ટિની શુશ્રુષાદિ શુદ્ધ ક્રિયાઓનું સ્વરૂપ :
સમ્યગ્દષ્ટિ જીવને જિનવચનના પ્રામાણ્યની પ્રતિપત્તિને અનુસરનારી શુશ્રુષાદિ ક્રિયાઓ પણ શુદ્ધ છે.
આનાથી ગ્રંથકારશ્રીને એ કહેવું છે કે સમ્યગ્દષ્ટિ જીવ પોતાની ભૂમિકા પ્રમાણે મોક્ષને અનુકૂળ સલ્ફાસ્ત્રોનું શ્રવણ કરે છે, સુસાધુપણાનો બળવાન રાગ કરે છે અને શક્તિના પ્રકર્ષથી દેવ-ગુરુની ભક્તિમાં યત્ન કરે છે. આ બધી ક્રિયાઓ સમ્યગ્દષ્ટિમાં છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવ પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત ક્રિયાઓ પણ કરે છે અને મોક્ષ પ્રત્યે બદ્ધચિત્તવાળો પણ છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવની મોક્ષમાર્ગની પ્રવૃત્તિ અસ્મલિત ચાલે છે. ફક્ત સર્વવિરતિની શક્તિ નહીં હોવાને કારણે તેની સર્વવિરતિમાં પ્રવૃત્તિ નથી, અને પોતાની જે શુશ્રુષાદિ ક્રિયામાં શક્તિ છે, તે શુશ્રુષાદિ ક્રિયામાં શક્તિના પ્રકર્ષથી યત્ન કરે છે, અને ઉપરના યોગમાર્ગમાં જવામાં વિજ્ઞભૂત એવી ભોગની ઇચ્છા પોતાને વર્તે છે ત્યારે તેના નિવારણ માટે ભોગમાં પ્રવૃત્તિ છે. તેથી “સમ્યગ્દષ્ટિમાં સાર્વદિક યોગ છે=ભોગકાળમાં પણ યોગ છે અને શુશ્રુષાદિ ક્રિયાકાળમાં પણ યોગ છે.”
અહીં કહ્યું કે સમ્યગ્દષ્ટિની જિનવચનના પ્રામાણ્યની પ્રતિપત્તિને અનુસરનારી શુશ્રુષાદિ ક્રિયા પણ શુદ્ધ છે અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવ શુશ્રુષાદિ ત્રણે ક્રિયાઓ ભગવાનના વચનાનુસાર કરે છે.
તેથી એ ફલિત થાય કે જો સમ્યગ્દષ્ટિ જીવમાં સંયમના પાલનની શક્તિ હોય, છતાં સંયમ ગ્રહણ ન કરે અને માત્ર સંયમ પ્રત્યેનો રાગ રાખે તો શ્રદ્ધાનુસારી શુશ્રુષાદિ ક્રિયા શુદ્ધ થાય નહીં; કેમ કે જે સ્થાનમાં શક્તિ છે ત્યાં યત્ન કરવાનો અને જ્યાં શક્તિ નથી, ત્યાં રાગ રાખવાનો ભગવાનનો આદેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org