________________
અપુનઃબંધક દ્વાત્રિંશિકા/શ્લોક-૧૮
તે કહેવાયું છે=શ્લોકમાં કહેવાયું તે ‘યોગબિંદુ' શ્લોક-૨૦૬-૨૦૭૨૦૮માં કહેવાયું છે –
-
“આ=અભિલાષરૂપ મોક્ષચિત્ત, સુંદર જ છે, જે કારણથી આને= સમ્યગ્દષ્ટિને, આના વિયોગના વિષયવાળો=ભવપાર્થક્યના વિષયવાળો, તે પ્રકારે ઊહ=જે પ્રકારે ભવપાર્થક્યના ઉપાયમાં શક્તિના પ્રકર્ષથી યત્ન ઉત્પન્ન થાય તે પ્રકારે ઊહ, સ્વયં જ પ્રવર્તે છે, જે કારણથી તે=સમ્યગ્દષ્ટિ જીવ, શુદ્ધ અનુષ્ઠાનને ભજનારો છેપરિશુદ્ધ શુશ્રુષા, ધર્મરાગાદિ સદાચારને સેવનારો છે.” (યોગબિંદુ શ્લોક-૨૦૬)
“જે કારણથી જ પ્રકૃતિની અપ્રવૃત્યાદિ ધર્મતાને છોડીને આઅર્વા=પૂર્વમાં તથા નતે પ્રકારે નથી—તે પ્રકારે ઊહ નથી, અર્થાત્ સમ્યક્ત્વની પ્રાપ્તિ પૂર્વે કર્મની પ્રકૃતિ જીવ ઉપર સ્વકાર્ય કરવા અપ્રવૃત્ત થતી નથી માટે જીવની સ્વભાવભૂત પ્રકૃતિ પ્રવર્તતી નથી. તેથી તે પ્રકારનો ઊહ નથી. તે કારણથી આને=સમ્યગ્દષ્ટિને, વિમલ મનવાળો ઊહ ઘટે છે.” (યોગબિંદુ શ્લોક-૨૦૭)
૫૫
“અને સ્ફુરાયમાન રત્ન જેવો આ હોતે છતે=વિમલ મનરૂપ ઊહ હોતે છતે, સત્ત્વના ઉત્ખણને કારણે=વીર્યના ઉત્કટપણાને કારણે, ભાવÔમિત્ય છે. આથી સદા જ શુદ્ધ અનુષ્ઠાન=અનવદ્ય ધર્મશાસ્ત્રવિષયક શુશ્રુષાદિ અનુષ્ઠાન, થાય છે.” (યોગબિંદુ શ્લોક-૨૦૮)
ભાવાર્થ :
સમ્યગ્દષ્ટિની આશયશુદ્ધિના કારણે સંસારની ક્રિયાના કાળમાં પણ યોગમાર્ગના અવિચ્છેદની યુક્તિ સમ્યગ્દષ્ટિનો સાર્વદિક યોગ :
-:
શ્લોક-૧૭માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સમ્યગ્દષ્ટિનો કુટુંબચિંતાદિનો વ્યાપાર બંધને કરનાર નથી. ત્યાં પ્રશ્ન થાય કે કુટુંબચિંતાદિ તો કર્મબંધનું કારણ છે; આમ છતાં સમ્યગ્દષ્ટિને કર્મબંધનું કારણ કેમ નથી ? તેથી કહે છે –
Jain Education International
સમ્યગ્દષ્ટિને સમ્યગ્બોધ છે અને સમ્યગ્બોધને કારણે આત્મકલ્યાણની બળવાન ઇચ્છા છે. તેથી સમ્યગ્દષ્ટિનો આશય વિશુદ્ધ છે અને વિશુદ્ધ આશય હોવાને કારણે બાહ્ય કુટુંબચિંતાદિનો વ્યાપાર કર્મબંધ પ્રત્યે કારણ નથી; કેમ કે સમ્યગ્દષ્ટિ
For Private & Personal Use Only
www.jainelibrary.org