________________
પર
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૭-૧૮ ચિંતાદિ પ્રવૃત્તિ પણ કર્મબંધનું કારણ બનતી નથી, પરંતુ ત્યારે પણ મોક્ષને અનુકૂળ ચિત્તનો પ્રવાહ વર્તે છે, તેથી કુટુંબની ચિંતાના સમયે પણ બંધાતાં કર્મો મોક્ષની પ્રાપ્તિમાં સહાયક થાય તેવાં બંધાય છે. વળી મોક્ષ પ્રત્યેનું અત્યંત વલણ હોવાને કારણે તે પ્રવૃત્તિથી બંધાયેલું કર્મ ફરી મોક્ષ પ્રત્યેનું વલણ ઉત્પન્ન કરશે અને પૂર્વ કરતાં અધિક શક્તિથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરાવશે. માટે સમ્યગ્દષ્ટિની ધર્મની પ્રવૃત્તિને તો નિશ્ચયનય યોગ સ્વીકારે છે, પરંતુ કુટુંબાદિના વ્યાપારને પણ યોગ સ્વીકારે છે. અહીં દૃષ્ટાન્ત-દાષ્ટ્રત્તિકભાવ આ પ્રમાણે છે – સામાન્ય રીતે સ્ત્રીનો પતિની શુશ્રુષાનો વ્યાપાર શ્રેય માટે કહેવાય છે, પરંતુ શ્રેય માટે થતો એવો પણ પતિશુશ્રષાનો વ્યાપાર અન્યમાં આસક્ત સ્ત્રીને શ્રેય માટે થતો નથી; તેમ સામાન્ય રીતે કુટુંબાદિનો વ્યાપાર કર્મબંધનું કારણ થાય છે, પરંતુ મોક્ષમાં બદ્ધચિત્તવાળા એવા સમ્યગ્દષ્ટિનો કુટુંબાદિ વ્યાપાર પણ કર્મબંધને કરનારો થતો નથી. વળી અવતરણિકા –
શ્લોક-૧૭માં દષ્ટાંતથી સ્થાપન કર્યું કે સમ્યગ્દષ્ટિનો કુટુંબાદિ વ્યાપાર પણ બંધને કરનારો નથી. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિને ભાવઆરોગ્યરૂ૫ મોક્ષ પ્રત્યે બળવાન ઈચ્છા હોય તે રૂ૫ શુભભાવથી ભલે શુભ કર્મબંધ થાય, પરંતુ અર્થ-કામની પ્રવૃત્તિ કરે છે, તે પ્રવૃત્તિ તો શુભ નથી, માટે તે અશુભ પ્રવૃત્તિકૃત અનર્થ પ્રાપ્ત થશે. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
निजाशयविशुद्धौ हि बाह्यो हेतुरकारणम् ।
शुश्रूषादिक्रियाऽप्यस्य शुद्धा श्रद्धानुसारिणी ।।१८।। અન્વયાર્થ :
નિનાવિશુદ્ધો દિપોતાના આશયની વિશુદ્ધિ હોતે છતે વઢિો હેતુ: બાહ્ય હેતુ-કુટુંબચિંતનાદિ વ્યાપાર વાર=અકારણ છેઃકર્મબંધ પ્રત્યે અકારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org