________________
પ૧
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૭ સારરૂપે જુએ અને સંસારની પ્રવૃત્તિને અસાર રૂપે જુએ તેવા શુદ્ધ પરિણામને કારણે, સદનુબંધની જ ઉપપત્તિ છે=સંસારના અર્થ-કામના વ્યાપારકાળમાં પણ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય તેવા પુણ્યાનુબંધી પુણ્યની જ ઉપપત્તિ છે.
તે કહેવાયું છે=શ્લોકમાં જે કહેવાયું તે ‘યોગબિંદુ શ્લોક-૨૦૪, ૨૦પમાં કહેવાયું છે –
જે પ્રમાણે અન્યમાં આસક્ત એવી સ્ત્રીનો સદા ત્યાં અન્ય પુરુષમાં, ભાવ હોતે છd=ચિત્તનો પ્રતિબંધ હોતે છતે, તેમાં યોગ છે સ્વભર્તાનો શુશ્રુષાદિ વ્યાપાર પરપુરુષમાં છે અને પાપબંધ છે, તે પ્રમાણે આનો=સમ્યગ્દષ્ટિનો, કુટુંબચિતનાદિ પણ વ્યાપાર મોક્ષના વિષયમાં જાણવા=યોગ અને નિર્જરાફળવાળો જાણવો.” (યોગબિંદુ શ્લોક-૨૦૪)
“અહીં=જગતમાં, ઈતરથી આકુળ પણ પુત્ર, સ્ત્રી આદિના પ્રતિબંધાદિ ભાવથી આકુળ પણ. ગ્રંથિભેદ વડે ઉત્તમ ભાવને જોનારા એવા સમ્યગ્દષ્ટિને ત્યાં મોક્ષમાં, ચિત્ત જતું નથી, એમ નહિ, અર્થાત્ મોક્ષમાં ચિત્ત જાય છે.” (યોગબિંદુ
શ્લોક-૨૦૫) ૧૭ના ભાવાર્થ - સમ્યગ્દષ્ટિની ધર્મ, અર્થ, કામરૂપ સર્વ પ્રવૃત્તિ યોગરૂપ –
સામાન્ય રીતે ધર્મ, અર્થ અને કામની પ્રવૃત્તિઓમાં ધર્મની પ્રવૃત્તિને મોક્ષનું કારણ કહેવાય છે, તેમ વ્યવહારનય પણ સમ્યગ્દષ્ટિની ધર્મની પ્રવૃત્તિને મોક્ષનું કારણ કહે છે, પરંતુ અર્થ, કામની પ્રવૃત્તિને મોક્ષનું કારણ કહેતો નથી. આમ છતાં તત્ત્વને બતાવનાર નિશ્ચયનયની સૂક્ષ્મદષ્ટિથી અહીં સમ્યગ્દષ્ટિની ધર્મ, અર્થ અને કામની ત્રણે પ્રવૃત્તિને યોગરૂપે કહેલ છે અર્થાત્ મોક્ષના કારણરૂપે કહેલ છે. તેમાં દૃષ્ટાંત આપતાં કહે છે કે જેમ કોઈ સ્ત્રી અન્ય પુરુષમાં આસક્ત હોય અને તથાવિધ સંયોગને કારણે પતિની શુશ્રુષાદિ કરતી હોય તો પણ તેનું ચિત્ત પતિમાં નથી, પરંતુ પરપુરુષના ચિંતવનમાં પ્રવર્તે છે, તેથી તેવી સ્ત્રીની પતિની સેવાની ક્રિયા પણ શ્રેય માટે નથી; તેમ સમ્યગ્દષ્ટિનું ચિત્ત પણ સદા પૂર્ણ આરોગ્યવાળી અવસ્થારૂપ મોક્ષમાં રહેલું છે, તેથી રોગિષ્ઠ અવસ્થારૂપ સંસારની અવસ્થામાં રોગને પરતંત્ર થઈને કુટુંબચિંતાદિ કરતા હોય તોપણ પારમાર્થિક બુદ્ધિ તો રોગના ઉચ્છેદમાં રહેલી છે. તેથી કુટુંબની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org