________________
અપુનઃબંધકદ્વાત્રિંશિકા/મ્લોક-૧૬-૧૭
૪૯
સેવન કરે છે, જે સદાચારનું સેવન કર્મના વિગમન દ્વારા સમ્યકૃત્વની પ્રાપ્તિનું કારણ બનશે, માટે અપુનર્બંધકને દ્રવ્યથી યોગ છે.
યોગ
દ્રવ્યયોગ
↓
સદાચારનું પાલન કરનારા અપુનર્બંધક જીવોને હોય છે.
ભાવયોગ
મોક્ષમાં બદ્ધચિત્તવાળા સમ્યગ્દષ્ટિને હોય છે. ॥૧૬॥
અવતરણિકા :
શ્લોક-૧૬માં સ્થાપન કર્યું કે સમ્યગ્દષ્ટિની ધર્મ, અર્થ, કામની સર્વ પ્રવૃત્તિ ભાવથી યોગ છે. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે ભગવાનની ભક્તિ આદિ ધર્માનુષ્ઠાનને યોગ કહી શકાય, પરંતુ અર્થોપાર્જનની ક્રિયા અને ભોગની ક્રિયાને યોગ=મોક્ષનું કારણ, કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે – શ્લોક ઃ
अन्यसक्तस्त्रियो भर्तृयोगोऽप्यश्रेयसे यथा ।
तथाऽमुष्य कुटुम्बादिव्यापारोऽपि न बन्धकृत् ।।१७।। અન્વયાર્થ :
યથા=જે પ્રમાણે અન્યસવત્તસ્ત્રિયઃ=અન્યમાં આસક્ત સ્ત્રીનો, મયોનોઽપિ= પતિનો શુશ્રુષાદિ વ્યાપાર પણ, શ્રેયસે=અશ્રેય માટે છે, તથા=તે પ્રમાણે અમુલ્ય=આનો=સમ્યગ્દષ્ટિનો ટુમ્બાવિવ્યાપારોઽપિ=કુટુંબાદિ વ્યાપાર પણ વન્યત્ ન=બંધને કરનારો નથી. ।।૧૭।।
Jain Education International
શ્લોકાર્થ :
જે પ્રમાણે અન્યમાં આસક્ત સ્ત્રીનો, પતિનો શુશ્રુષાદિ વ્યાપાર પણ અશ્રેય માટે છે, તે પ્રમાણે આનો-સમ્યગ્દષ્ટિનો કુટુંબાદિ વ્યાપાર પણ બંધને કરનારો નથી. II૧૭II
For Private & Personal Use Only
www.jainelibrary.org