________________
અપુનબંધક દ્વાત્રિંશિકા/શ્લોક-૧૩
૩૯
કેવા પ્રકારનો ભવના વિયોગના આશ્રયવાળો ઊહ અપુનર્બંધકને થાય છે ? તે સ્પષ્ટ કરે છે.
ઇતરાંશની જિજ્ઞાસારૂપ વિશેષ અપેક્ષાથી ઉજ્જ્વળ=શુદ્ધ નિશ્ચયને અનુસરનારો=શુદ્ધ નિર્ણયને અનુસરનારો, ભવના વિયોગના આશ્રયવાળો ઊહ થાય છે. ||૧૩૪/
ભાવાર્થ :
અપુનબંધક જીવની ભવના વિયોગવિષયક હેતુ, સ્વરૂપ અને ફળથી વિચારણા :
અપુનર્બંધક જીવો પ્રકૃતિથી શાંત હોય છે અને ઉચ્ચ ઉચ્ચતર યોગમાર્ગની ભૂમિકામાં જવા માટે બદ્ધ આશયવાળા હોય છે. આવા અપુનર્બંધક જીવોને યોગીઓનો સંયોગ થાય ત્યારે તેઓ પાસેથી તેમને યોગમાર્ગને જાણવાની જિજ્ઞાસા થાય છે, અને યોગીઓના સંપર્કથી તે તે દર્શનોનાં શાસ્ત્રોનો બોધ થાય ત્યારે, ભવના વિયોગના આશ્રયવાળો હેતુ, સ્વરૂપ અને ફળથી સમ્યગ્ ઊહ પ્રવર્તે છે, અને તે સમ્યગ્ ઊહ જે જે દર્શનકારોના ગ્રંથોથી પોતાને બોધ થયો છે, તેનાથી ઇતર અંશને જાણવાની જિજ્ઞાસાથી યુક્ત હોય છે અને આવી જિજ્ઞાસાને કારણે શુદ્ધ નિર્ણયને અભિમુખ એવો ઊહ અપુનર્બંધક જીવોને પ્રવર્તે છે, તેથી ક્રમે કરીને ભવના વિયોગના આશ્રયનો યથાર્થ નિર્ણય પ્રાપ્ત થાય છે.
અહીં વિશેષ એ છે કે અપુનર્બંધક જીવ પ્રથમ ભવના સ્વરૂપનો સમ્યગ્ ઊહ કરે છે, અને ભવનું સ્વરૂપ પૂર્વમાં વર્ણન કર્યું તેવું વિષમ દેખાવાથી અપુનબંધક જીવ ભવના વિયોગના ઉપાયને જાણવાનો અર્થી બને છે, તેથી સંસારના ઉચ્છેદમાં યત્ન કરનારા યોગીઓ પાસેથી તેના ઉપાયને જાણવા માટે યત્ન કરે છે, અને યોગીઓ પાસેથી તે તે દર્શનમાં બતાવાયેલા ભવના ઉચ્છેદના ઉપાયોનું સમ્યજ્ઞાન થાય ત્યારે તેને વિશેષ પ્રકારની જિજ્ઞાસા થાય છે, જે જિજ્ઞાસા યથાર્થ નિર્ણય કરીને વિશ્રાંત થાય તેવી નિર્મળ કોટિની હોય છે.
અપુનર્બંધક જીવ ભવના વિયોગવિષયક હેતુ, સ્વરૂપ અને ફળથી આ રીતે વિચારણા કરે છે –
――
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org