________________
અપુનર્બંધકદ્વાત્રિંશિકા/મ્લોક-૧૨-૧૩
૩૭
જેમ દૂધનો મધુર સ્વભાવ છે તોપણ લીમડાનો રસ તેમાં નાખવામાં આવે તો દૂધનો મધુર સ્વભાવ તિરોધાન થાય છે અને લીમડાનો કટુ સ્વભાવ પ્રગટ થાય છે, તેમ આત્માનો અક્લેશસ્વભાવ છે, પરંતુ ભવને કારણે આત્મસ્વભાવનું તિરોધાન થવાથી આત્મામાં ક્લેશસ્વભાવ પ્રગટ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે જેમ લીમડામાં કટુ સ્વભાવ છે, તેમ દૂધમાં મધુર સ્વભાવ છે, તેથી દૂધના મધુર સ્વભાવથી લીમડાનો કટુ સ્વભાવ કેમ તિરોધાન ન થયો ? તેની સ્પષ્ટતા કરતાં કહે છે
-
મોટા પ્રતિપંથી એવા લીમડાના કટુ સ્વભાવથી=ઘણા પ્રમાણમાં નંખાયેલા લીમડાના રસથી, અલ્પ એવા દૂધનો મધુર સ્વભાવ અભિભવ પામે છે; તેમ મોટા એવા ભવના ક્લેશસ્વભાવથી આત્માનો અક્લેશસ્વભાવ અભિભવ પામે છે અને ક્લેશસ્વભાવ આવિર્ભાવ પામે છે; પરંતુ આત્મા યોગમાર્ગની સાધનામાં પ્રવૃત્ત થાય છે ત્યારે ઘણો આત્મસ્વભાવ પ્રગટ થાય છે, અને તેનાથી ભવના ક્લેશસ્વભાવનો અભિભવ પણ થાય છે, આથી ભવમાં વર્તતા યોગીઓ યોગસાધનાના બળથી ઘણા આત્મસ્વભાવને પ્રગટ કરે છે ત્યારે, તેઓમાં ક્લેશનો અભિભવ દેખાય છે; અને સંસારી જીવોમાં ભવનો ક્લેશસ્વભાવ બળવાન હોવાને કારણે આત્માના અક્લેશસ્વભાવના અભિભવની અનુપત્તિ નથી, અર્થાત્ સંસાર અવસ્થામાં ક્લેશસ્વભાવ પ્રગટે છે, એ પ્રકારે માર્ગાનુસારી પ્રજ્ઞાથી અપુનર્બંધક જીવો સંસારની ફળથી વિચારણા કરે છે. ૧૨૨ા અવતરણિકા :
શ્લોક-૯માં કહ્યું કે અપુનર્બંધક જીવ ભવવિષયક હેતુ, સ્વરૂપ અને ફળની વિચારણા કરે છે, ત્યાર પછી તે ભવતી વિચારણા કઈ રીતે કરે છે તે શ્લોક૧૦ થી ૧૨માં બતાવ્યું. હવે ભવના આવા સ્વરૂપને જાણીને અપુનબંધક જીવ ભવના ઉચ્છેદની વિચારણા કઈ રીતે કરે છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે
શ્લોક :
तद्वियोगाश्रयोऽप्येवं सम्यगूहोऽस्य जायते । तत्तत्तन्त्रनयज्ञाने विशेषापेक्षयोज्ज्वलः ।। १३ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org