________________
૩૬
અપુનઃબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨
ભવની સ્વરૂપથી વિચારણા અને ભવની ફળથી વિચારણા વચ્ચે ભેદ :ભવના સ્વરૂપની વિચારણા અને ભવના ફળની વિચારણા વચ્ચે ભેદ આ પ્રમાણે છે
જન્મ, જરા, મૃત્યુ અને શારીરિક, માનસિક આદિ અનેક જાતના રોગોથી આકુળ એવો આ ભવ છે. વ્યવહારદૃષ્ટિથી પ્રસિદ્ધ એવાં સર્વ દુઃખો ભવના સ્વરૂપમાં દુઃખરૂપે બતાવાયાં છે, પરંતુ પુણ્યના ઉદયવાળા જીવો શારીરિક, માનસિક સુખને અનુભવે છે, તેને અહીં દુઃખરૂપે કહેલ નથી.
વળી જીવ શરીર સાથે સંબંધવાળા ભવને પામે, તેના કારણે રાગાદિથી અનાકુળ એવા આત્માના મૂળ સ્વભાવનું તિરોધાન થાય છે અને રાગાદિથી આકુળ ચેતના પ્રગટ થાય છે, જે ક્લેશરૂપ છે, અને આ ક્લેશ ભવનું ફળ છે; કેમ કે જો જીવ ભવમાં ન હોય તો આ ક્લેશ પ્રાપ્ત થાય નહીં. તેથી ભવની પ્રાપ્તિથી આ ક્લેશની પ્રાપ્તિ થઈ, માટે ભવનું ફળ ક્લેશ છે, એમ કહેલ છે. અપુનબંધક જીવની સંસારવિષયક ફળથી વિચારણા :
અપુનર્બંધક જીવ વિચારે છે કે ‘ભવમાં વર્તતા જીવો અનુબંધથી, પ્રવાહથી વિસ્તીર્ણ ક્લેશને પામે છે, માટે ભવમાં સુખનો લેશ પણ નથી.’
આનાથી એ પ્રાપ્ત થાય કે સંસારમાં પુણ્યના ઉદયવાળા જીવો શારીરિક, માનસિક શાતાને અનુભવતા હોય ત્યારે દુ:ખથી ગહન એવો ભવ તેમના માટે અલ્પકાળ માટે દુ:ખગહન નથી; પરંતુ લાંબા કાળે તો દુ:ખગહન જ છે. વળી, અપુનર્બંધક જીવ ફળથી સંસારનું સ્વરૂપ વિચારે છે કે ભવનું ફળ આત્માના અક્લેશસ્વભાવનું તિરોધાન કરીને ક્લેશસ્વભાવને પ્રગટ કરે છે, તે અપેક્ષાએ પુણ્યના ઉદયવાળા જીવો માટે પણ ભવ ક્લેશરૂપ બને છે, તેથી ભવમાં સુખ લેશ પણ નથી એમ કહેલ છે; કેમ કે પુણ્યના ઉદયવાળા જીવોને પણ રાગાદિના કે ક્લેશનો અભાવ નથી, તેથી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલું સુખ પણ રાગાદિ ક્લેશને કારણે પરમાર્થ દૃષ્ટિએ ક્લેશથી હણાયેલું છે.
અહીં પ્રશ્ન થાય કે આત્માનો સુખસ્વભાવ હોવા છતાં આત્મામાં ક્લેશ કેમ પ્રગટ થયો? તેથી કહે છે
Jain Education International
➖➖
For Private & Personal Use Only
www.jainelibrary.org