________________
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૦
૨૯ સંસારનાં કારણ બે છેઃ (૧) જીવની કર્મપ્રકૃતિ અને (૨) જીવનો સ્વભાવ. પ્રકૃતિ એ ભવનું બહિરંગ કારણ છે અને સ્વભાવ એ ભવનું અંતરંગ કારણ છે.
સંસારનાં કારણ.
જીવની કર્મપ્રકૃતિ
જીવનો સ્વભાવ (બહિરંગ કારણ) (અંતરંગ કારણ) પ્રકૃતિને સાંખ્યદર્શનવાળા સત્ત્વ, રજસ અને તમસરૂપ કહે છે અને જૈનદર્શન જ્ઞાનાવરણાદિરૂપ કર્મો કહે છે. પ્રકૃતિના વિષયમાં અપુનબંધક જીવની વિચારણા -
પ્રકૃતિના વિષયમાં અપુનબંધક જીવ કઈ રીતે વિચારણા કરે છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે –
(૧) પ્રકૃતિના એકાંત ભેદપક્ષમાં આવતાં દૂષણો :- જીવની કર્મપ્રકૃતિ દરેક જીવની એકાંત ભિન્ન હોય તો સંસારી જીવોમાં એકસરખું ફળ દેખાય છે, તે ઘટે નહીં; કેમ કે બધા જીવોની કર્મની પ્રકૃતિ જુદી જુદી હોય તો તેનું કાર્ય પણ પરસ્પર જુદું થવું જોઈએ. વસ્તુતઃ કર્મની પ્રકૃતિ તે તે જીવમાં વિશ્રાંત છે, તે અપેક્ષાએ જુદી હોવા છતાં દરેક જીવની કર્મપ્રકૃતિ કંઈક સાદશ્યવાળી પણ છે, તે અપેક્ષાએ સર્વ જીવોની પ્રકૃતિમાં ભેદ નથી, પરંતુ અભેદ છે. આમ છતાં કર્મપ્રકૃતિનો અભેદ ન સ્વીકારવામાં આવે અને એકાંત ભેદ સ્વીકારવામાં આવે તો સર્વ જીવોમાં દેખાતું એકજાતીય કાર્ય સંગત થાય નહીં. જેમ મનુષ્યોમાં સર્વ મનુષ્યોનાં શરીર મનુષ્યાકારરૂપે સમાન દેખાય છે, તેથી સર્વ મનુષ્યોની કર્મપ્રકૃતિ તેવા પ્રકારના શરીરના સમાન આકારના કારણરૂપે સમાન છે, તેથી તે અપેક્ષાએ સર્વ જીવોની કર્મપ્રકૃતિઓનો અભેદ છે, આમ છતાં તે કર્મપ્રકૃતિઓનો અભેદ ન સ્વીકારવામાં આવે અને એકાંત ભેદ સ્વીકારવામાં આવે તો સર્વ મનુષ્યોમાં મનુષ્યપણાના સમાન આકારરૂપ સમાન કાર્ય દેખાય છે, તે સંગત થાય નહીં. માટે સર્વ જીવોમાં વર્તતી કર્મપ્રકૃતિનો એકાંત ભેદ સ્વીકારવો ઉચિત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org