________________
અપુનબંધક દ્વાત્રિંશિકા/શ્લોક-૧૦
શ્લોકાર્થ :
પ્રકૃતિનો અને સ્વભાવનો પણ ભેદ હોતે છતે આત્માઓનું ઐક્ય ન થાય, અને અભેદ હોતે છતે ભિન્નતા ન થાય, એ રીતે શબલતા અનેકાંતતા, ઉચિત છે. ।।૧૦।I
ૐ ‘સ્વમાવપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે પ્રકૃતિનો તો એકાંતે ભેદ અને એકાંતે અભેદ સ્વીકારીએ તો દોષ છે, પરંતુ સ્વભાવનો પણ એકાંતે ભેદ અને એકાંતે અભેદ સ્વીકારવામાં દોષ છે.
ટીકા :
भेदे हीति भेदे ह्येकान्ततोऽभ्युपगम्यमाने, प्रकृतेः सत्त्वरजस्तमोलक्षणाया ज्ञानावरणादिकर्मरूपाया वा नैक्यं आत्मनां संसारिणां स्यात्, तथा चैकजातीयसंसारफलोपलम्भबाध इति भावः । अभेदे च = एकान्ताभेदे च न भिन्नता स्यात् तेषां तथा च नरकतिर्यग्मनुष्यदेवादिभेदोपलम्भबाध इति भावः । स्वभावस्याप्यन्तरङ्गहेतुभूतस्य भेदाभेदयोरेकान्तयोरेतदेव दूषणं । एवमेकान्तपक्षे उभयतः पाशरज्जुसद्भावात् शबलता कथञ्चिद्भेदाभेदरूपा, उचिता = न्याय्या, इति तयैव सकलव्यवहारोपपत्ते:, हेतूहनमेतत् ।।१०।।
ટીકાર્ય :
૨૭
भेदेकान्ततो
દૈતૂનમેતત્ ।। પ્રકૃતિનો=સત્ત્વ, રજસ્ અને તમસ્ રૂપ પ્રકૃતિનો અથવા જ્ઞાનાવરણાદિકર્મરૂપ પ્રકૃતિનો, ભેદ હોતે છતે=એકાંતથી ભેદ સ્વીકારાયે છતે, આત્માઓનું=સંસારી આત્માઓનું, ઐક્ય ન થાય; અને તે રીતે=કર્મપ્રકૃતિઓનો એકાંત ભેદ સ્વીકારાયે છતે સંસારી આત્માઓનું ઐક્ય ન થાય તે રીતે, એકજાતીય સંસારળના ઉપલંભનો બાધ થાય= સંસારી જીવોમાં આ બધા મનુષ્યો એક મનુષ્યજાતિવાળા છે, તે પ્રકારના સંસારળની પ્રત્યક્ષથી પ્રાપ્તિ છે, તે સંગત ન થાય, એ પ્રકારનો ભાવ છે=પ્રકૃતિનો એકાંત ભેદ સ્વીકારવામાં સંસારી આત્માઓનું ઐક્ય ન થાય, એ કથનનો એકજાતીય સંસારળ ઉપલંભનો બાધ થાય, એ પ્રકારનો ભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org