________________
અપુનઃબંધક દ્વાત્રિંશિકા/શ્લોક-૧૧
ક્ષયરૂપ મરણ, વયની હાતિરૂપ જરા, તન્મય છે=જન્મ, મૃત્યુ, જરાવા પ્રાચર્યવાળો છે. વળી અનાદિ પણ આ ભવ ઉપાય દ્વારા= જ્ઞાન-દર્શનચારિત્રરૂપ ઉપાય દ્વારા, કાંચનમળની જેમ=સુવર્ણના મળની જેમ, પૃથક્ થવા યોગ્ય છે. કૃતિ શબ્દ શ્લોક સ્પર્શી ટીકાની સમાપ્તિ માટે છે. આ=ભવનું સ્વરૂપ બતાવ્યું એ, સ્વરૂપનું ઊહન છે=અપુનબંધક જીવતી ભવવિષયક સ્વરૂપની વિચારણા છે. ।।૧૧।
ભાવાર્થ ઃ
અપુનર્બંધક જીવની સંસારવિષયક સ્વરૂપથી વિચારણા :
અપુનર્બંધક જીવમાં પદાર્થને જોવાની માર્ગાનુસારી પ્રજ્ઞા ખીલે છે ત્યારે, જેમ ભવના કારણીભૂત જીવોની કર્મપ્રકૃતિ અને જીવોના સ્વભાવનો સમ્યગ્ ઊહ કરે છે, તેમ અનુભવાતા ભવનો=સંસારનો પણ સમ્યગ્ ઊહ કરે છે અને વિચારે છે કે (૧) “પ્રત્યક્ષથી દેખાતો આ સંસાર દુઃખગહન છે; કેમ કે આ સંસાર શારીરિક અને માનસિક સેંકડો દુ:ખોથી ઘેરાયેલો છે, (૨) વળી આ સંસાર જન્મ, મરણ અને વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત છે, માટે અસાર છે. (૩) વળી આ સંસાર અનાદિનો છે તોપણ રત્નત્રયીરૂપ ઉપાય દ્વારા તેનો નાશ થઈ શકે છે. જેમ ખાણમાંથી નીકળેલ સુવર્ણ અનાદિથી મળવાળું છે, છતાં શુદ્ધિના ઉપાયથી તેનું શોધન થાય છે, તેમ આ ભવના ઉપાયનું શોધન થઈ શકે તેમ છે.’
33
અહીં વિશેષ એ છે કે તત્ત્વને જોવાની નિર્મળ પ્રજ્ઞાવાળા અપુનર્બંધકને દેખાય છે કે સંસારનું બીજ રાગ, દ્વેષ અને મોહની પરિણતિરૂપ જીવનો સ્વભાવ છે અને જીવ પ્રયત્ન કરીને સ્વભાવનું પરિવર્તન કરી શકે છે, આર્થ જો સમ્યક્ પ્રકારે શાસ્ત્રવચનાનુસાર યત્ન કરવામાં આવે તો પોતાનામાં વર્તતા રાગ, દ્વેષ અને મોહની પરિણતિ ક્રમસર ઘટી શકે છે, અને સમ્યક્ પ્રકારે રત્નત્રયીમાં યત્ન કરીને સંસારના બીજભૂત એવા સ્વભાવનો ઉચ્છેદ થઈ શકે છે, માટે અનાદિ એવો પણ ભવ ઉપાયથી પૃથક્ થઈ શકે છે, તેથી ‘હું પણ સમ્યક્ યત્ન કરીને આ ભવનો અંત કરું.' આ પ્રકારની બુદ્ધિથી અપુનર્બંધક જીવ ભવના સ્વરૂપનું સમાલોચન કરે છે. ||૧૧||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org