________________
૧૦
અપુનબંધકદ્વાત્રિંશિકા/સંકલના
દીર્ઘકાળ ટકે છે, તેમ સમ્યગ્દષ્ટિ જીવો દોષોના નાશરૂપ પાયાને મજબૂત કરીને ઉત્તરના દોષનાશ માટે ઉદ્યમ કરે છે, તેથી ઉત્તરોત્તર દોષોના નાશ દ્વારા ઈષ્ટફળને પ્રાપ્ત કરે છે માટે તેઓનું અનુષ્ઠાન એકાંતે શ્લાઘ્ય છે. સમ્યગ્દષ્ટિ જીવોનું ત્રિવિધ પ્રત્યયપૂર્વકનું અનુષ્ઠાન :
સમ્યગ્દષ્ટિ જીવો અત્યંત વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરનારા હોય છે, તેથી પોતાને કયું અનુષ્ઠાન કરવું જોઈએ કે જેથી અવશ્ય સિદ્ધિ થાય, તેના માટે (૧) સ્વશક્તિનું સમાલોચન કરે છે, અને જે અનુષ્ઠાન સ્વકૃતિથી સાધ્ય જણાય તે અનુષ્ઠાનને (૨) ગુરુના વચન દ્વારા પણ નિર્ણય કરે છે; અને ગુરુ પણ તેને તે અનુષ્ઠાન સેવવાનું કહે ત્યારે તે અનુષ્ઠાન સેવવા માટે તેઓ ઉત્સાહિત થાય છે; અને તેમના પ્રબળ પુણ્યને કારણે (૩) સિદ્ધિસૂચક લિંગોની પ્રાપ્તિ થાય છે ત્યારે તેમને દઢ વિશ્વાસ થાય છે કે ‘આ અનુષ્ઠાન દ્વારા હું અવશ્ય મારા દોષોનો નાશ કરીને ઉત્તરના યોગને પામીશ.’ આ રીતે આત્માદિ ત્રણે પ્રત્યય દ્વારા ઉચિત અનુષ્ઠાનનો નિર્ણય કરીને સમ્યગ્દષ્ટિ જીવ તે અનુષ્ઠાનનો સ્વીકાર કરે છે, અને સ્વીકારાયેલા તે અનુષ્ઠાનને શાસ્ત્રાનુસારે સેવીને સ્થિર કરે છે; અને જ્યારે તે અનુષ્ઠાનના સેવનથી ઉત્તરના અનુષ્ઠાનને સેવવાને અનુકૂળ શક્તિનો સંચય થાય છે, ત્યારે ઉત્તરના અનુષ્ઠાનને સેવવા માટેનો અભિલાષ કરે છે; અને તે અનુષ્ઠાન પણ આત્માદિ ત્રણ પ્રત્યય દ્વારા નિર્ણય ક૨ીને સેવે છે, જેથી તે ઉત્તરના અનુષ્ઠાન દ્વારા પણ અવશ્ય કાર્યની સિદ્ધિ થાય છે. આ રીતે ઉત્તર ઉત્તરના અનુષ્ઠાનને સેવીને ક્રમે કરીને સર્વવિરતિ યાવત્ અસંગભાવને પ્રાપ્ત કરે છે; કેમ કે આત્માદિ ત્રણ પ્રત્યયપૂર્વક કરાયેલા અનુષ્ઠાનથી યોગની સિદ્ધિ સાનુબંધ થાય છે, પરંતુ પાતનું કારણ બનતી નથી.
સમ્યગ્દષ્ટિ જીવો સદ્યોગના આરંભક છે, તેથી હંમેશાં શાસ્ત્રસિદ્ધ એવા આત્માદિ ત્રણ પ્રત્યયનું અવલંબન લઈને યત્ન કરનારા હોય છે, પરંતુ હાઠિકોની જેમ, કે અવિચા૨કની જેમ, ભાવાવેશમાં આવીને જે તે અનુષ્ઠાન સ્વીકારવા માટે તત્પર થતા નથી; પરંતુ જે જીવોમાં સમ્યગ્દષ્ટિ જીવો જેવો વિવેક પ્રગટ્યો નથી, તેઓ કલ્યાણના અર્થે શક્તિનું ઉલ્લંઘન કરીને જે તે અનુષ્ઠાન સ્વીકારે તો તેઓ તે અનુષ્ઠાનના ફળને તો પ્રાપ્ત કરતા નથી, પરંતુ પાતને પણ પામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org