________________
૧૬
અપુનર્બધકદ્વાચિંશિકા/શ્લોક-પ પૂર્વસેવા છે, તે કથન પણ યુક્ત છે; કેમ કે જીવમાં કર્મબંધની યોગ્યતારૂપ ઉત્કટ મળ વર્તતો હોય ત્યારે સકૃબંધકાદિ જીવોને સંસારનો પ્રતિબંધ નિવર્તન પામતો નથી, અને સંસારનો પ્રતિબંધ થોડો પણ નિવર્તન પામે તો તે જીવ અપુનબંધક જ થાય.
આશય એ છે કે જીવમાં રાગ, દ્વેષ અને મોહના પરિણામરૂપ કર્મબંધની યોગ્યતાસ્વરૂપ ભાવમળ વર્તે છે, અને આ ભાવમળ જેટલો ઉત્કટ તેટલો દીર્ઘ સંસાર ચાલે છે; કેમ કે દૂરદૂરના પુદ્ગલપરાવર્તામાં ભાવમળ ઘણો હોય છે, અને પ્રતિ પુદ્ગલપરાવર્તનમાં ભવ્ય જીવોનો ભાવમળ ઘટે છે. આમ છતાં ઉપદેશાદિથી અસહ નિવર્તન પામે તેવો ભાવમળ અલ્પ ન થાય ત્યાં સુધીનો ભાવમળ તીવ્ર ભાવમળ છે, અને તેનાથી પૂર્વપૂર્વના પુદ્ગલ પરાવર્તનમાં તીવ્રતર તીવ્રતમ ભાવમળ છે; અને સબંધકાદિમાં પણ આ ભાવમળ દૂરના પુદ્ગલપરાવર્તન કરતાં ઓછો હોવા છતાં હજી અતત્ત્વનો રાગ નિવર્તન પામે તેવો નથી, તેથી ઉત્કટ ભાવમળ છે; અને આવો ઉત્કટ ભાવમળ જ્યાં સુધી જીવમાં વર્તે છે, ત્યાં સુધી સંસારનો પ્રતિબંધ ઘટતો નથી, તેથી આવા જીવો સંસારના કારણભૂત એવા અતત્ત્વ પ્રત્યેના રાગવાળા હોય છે, અને થોડોક પણ ભાવમળ ઘટે તો જીવને સંસારના કારણભૂત અતત્ત્વનો રાગ અનિવર્તનીય રહેતો નથી, અને તેવા જીવો અપુનબંધક થાય છે, આથી અપુનબંધક જીવોને ઉપદેશાદિની સામગ્રી મળે તો અતત્ત્વનો રાગ ક્રમસર નિવર્તન પામતો જાય છે અને કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય છે.
આનાથી એ ફલિત થાય કે અતિ તીવ્ર સંક્લેશની અપ્રાપ્તિમાં ગુરુપૂજનાદિ અનુષ્ઠાનરૂપ પૂર્વસેવા મુખ્ય બને છે અર્થાત્ યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને છે; તેથી અતિ તીવ્ર સંક્લેશ વિનાના જીવો પૂર્વસેવાની આચરણા કરે તે આચરણા ઉત્તરોત્તર ભવવૈરાગ્યાદિ કલ્યાણનું નિમિત્ત બને છે, તેથી તે પૂર્વસેવા યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને છે, માટે મુખ્ય છે.
વળી જે જીવોનો અતિ તીવ્ર સંક્લેશ નિવર્તન પામ્યો નથી, તેઓ પૂર્વસેવાની આચરણા કરે છે, તોપણ તેઓની પૂર્વસેવાની આચરણા ઉત્તરોત્તર ભવવૈરાગ્યાદિ કલ્યાણનું નિમિત્ત બનતી નથી, માટે તેઓની પૂર્વસેવા અમુખ્ય છે, એ પ્રકારની શાસ્ત્રમર્યાદા છે, તેથી બીજા આચાર્ય કહે છે કે ભવસ્વરૂપના નિર્ણાયક ઊહના અભાવને કારણે સકૃબંધકાદિમાં અમુખ્ય પૂર્વસેવા છે, તે વચન યુક્ત છે. આપણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org