________________
અપુનબંધકદ્વાત્રિંશિકા/બ્લોક-૪
૧૩
સેવીને ક્રમે કરીને અપુનબઁધકાદિની ગુર્વાદિપૂજારૂપ આચરણાને પ્રાપ્ત કરશે ત્યારે તેઓની ગુર્વાદિપૂજારૂપ આચરણા પૂર્વસેવા બનશે, તેથી આ પક્ષમાં સબંધકાદિની ગુર્વાદિપૂજારૂપ આચરણા અપુનર્બંધકની ગુર્વાદિપૂજારૂપ આચરણાનું કારણ છે, માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને સમૃબંધકાદિની ગુર્વાદિપૂજારૂપ આચરણાને પૂર્વસેવા કહેલ છે.
અહીં વિશેષ એ છે કે સમૃબંધકાદિ જીવો પણ ગુર્વાદિપૂજારૂપ આચરણાઓ કરે છે અને અપુનબંધકાદિ જીવો પણ ગુર્વાદિપૂજારૂપ આચરણાઓ કરે છે. બંનેની આચરણા સમાન હોવા છતાં અપુનર્બંધક જીવોમાં અતત્ત્વનો રાગ અનિવર્તનીય નથી, તેથી અપુનર્બંધકમાં તત્ત્વનો અભિમુખભાવ છે, માટે તેઓની ગુર્વાદિપૂજારૂપ આચરણા પૂર્વસેવા બને છે; અને સમૃબંધકાદિ જીવોમાં અતત્ત્વનો રાગ અનિવર્તનીય છે, આમ છતાં અત્યંત અનિવર્તનીય નથી, તેથી જ્યારે અતત્ત્વનો રાગ નિવર્તનીય બનશે ત્યારે અપુનર્બંધકદશા પ્રાપ્ત થશે, માટે સફ઼બંધકાદિ જીવો અપુનર્બંધકની આસન્ન છે, તેથી સમૃદ્ધંધકાદિ જીવોની ગુર્વાદિપૂજારૂપ આચરણાને મુખ્ય પૂર્વસેવા ન કહેતાં ઉપચારથી પૂર્વસેવા કહી; કેમ કે અપુનર્બંધકાદિની ગુર્વાદિપૂજારૂપ આચરણા યોગમાર્ગના પ્રવેશનું કારણ હોવાથી પૂર્વસેવા છે. તેવી સમૃબંધકાદિની ગુર્વાદિપૂજારૂપ આચરણા યોગમાર્ગના પ્રવેશનું કારણ નથી, પરંતુ અપુનર્બંધકની પૂર્વસેવાનું કારણ છે, તેથી સમૃદ્ધ્ધકાદિની ગુર્વાદિપૂજારૂપ આચરણાને ઉપચારથી પૂર્વસેવા કહેલ છે.
શ્લોકના ઉત્તરાર્ધથી સમૃદ્ધધકાદિની પૂર્વસેવાના ઉપચારનું તાત્પર્ય અન્ય રીતે સ્પષ્ટ કરે છે
અન્ય આચાર્યો કહે છે કે સમૃદ્ધધકાદિ જીવોમાં તત્ત્વનું આલોચન હોતું નથી, તેથી ભવસ્વરૂપનો નિર્ણય ક૨ાવનાર એવો ઊહ-અપોહ તેઓમાં નથી. માટે તેઓ ગુર્વાદિપૂજારૂપ આચરણાઓ કરે છે, તે આચરણાઓ પૂર્વસેવા નથી; પરંતુ અપુનર્બંધક જીવો ગુર્વાદિપૂજારૂપ આચરણા કરે છે, તત્સદશ બાહ્યથી સમૃબંધકાદિની આચરણા છે, તેથી તેને ઉપચારથી પૂર્વસેવા કહી શકાય. આ પક્ષ પ્રમાણે અમુખ્યત્વરૂપ ઉપચાર છે.
આનાથી એ ફલિત થાય કે સમૃદ્ધ્ધકાદિ જીવો ગુર્વાદિપૂજારૂપ આચરણા કરે છે, તે વસ્તુતઃ પૂર્વસેવા નથી, પરંતુ પૂર્વસેવા સદશ બાહ્ય આચરણાને કારણે પૂર્વસેવાનો આભાસ છે. I૪ll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org