________________
અપુનર્ભધકદ્વાત્રિશિકા/સંકલના નથી. વળી, અપુનબંધક જીવોની ગુર્વાદિપૂજારૂપ પૂર્વસેવા યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ છે; કેમ કે અપુનબંધક જીવોમાં તીવ્ર ભાવમળનો ક્ષય થયેલો હોવાથી ભવનો આસંગ અલ્પ થયેલો છે, તેથી ગુર્વાદિપૂજા કરીને તેઓ યોગમાર્ગની પ્રાપ્તિ કરે છે. અપુનાબંધક જીવની પ્રકૃતિ :
અપુનબંધક જીવની પ્રકૃતિનું સ્વરૂપ શ્લોક-૭માં બતાવતાં કહે છે કે અપુનબંધક જીવો પ્રકૃતિથી શાંત હોય છે અને ઉચ્ચ ઉચ્ચતર આચરણામાં બદ્ધ ચિત્તવાળા હોય છે, તેથી તેઓની પૂર્વસેવા યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને છે. અપુનર્ભધક જીવનો ઊહ -
અપુનબંધક જીવો શાંત, ઉદાત્ત આશયવાળા હોવાથી સંસારવિષયક હેતુ, સ્વરૂપ અને ફળનો ઊહ કરે છે, તેના કારણે તેઓને સંસારના વાસ્તવિક સ્વરૂપનું દર્શન થાય છે. વળી, જેમ અપુનબંધક જીવો ભવનું સ્વરૂપ હેતુ, સ્વરૂપ અને ફળથી વિચારે છે, તેમ ભવના વિયોગનું સ્વરૂપ પણ હેતુ, સ્વરૂપ અને ફળથી વિચારે છે. આ પ્રકારનો ઉજ્વળ ઊહાપોહ અપુનબંધક જીવ માટે સમ્યકત્વની પ્રાપ્તિનું પ્રબળ કારણ બને છે. અપુનબંધક જીવમાં દ્રવ્યથી યોગ :
“મોક્ષે યોગનાથી =“મોક્ષની સાથે યોજન કરે તે યોગ” આવું યોગનું લક્ષણ શાસ્ત્રકારો કહે છે. આત્મા ઉપરથી કર્મનો કંઈક અધિકાર જાય ત્યારે આવું યોગનું લક્ષણ પ્રગટે છે. આવો યોગ અપુનર્બલકમાં દ્રવ્યથી પ્રગટેલો છે અને પ્રગટ થયેલો આ દ્રવ્યયોગ ભાવથી યોગની પ્રાપ્તિનું કારણ છે.
આનાથી એ ફલિત થાય છે કે અપુનબંધક જીવો જે સદાચારાદિ સેવે છે, તે દ્રિવ્યયોગ છે, અને આ સદાચારાદિના સેવનરૂપ દ્રવ્યયોગ ભાવયોગની પ્રાપ્તિનું કારણ છે.
અપુનબંધક જીવોને તત્ત્વને જોવાનો કંઈક ઊહ પ્રગટ્યો છે, તોપણ હજુ રાગ-દ્વેષની તીવ્ર ગ્રંથિનો ભેદ નહીં થયેલો હોવાના કારણે, તત્ત્વને જોવાની પરમ મધ્યસ્થ દૃષ્ટિ નહીં પ્રગટેલી હોવાથી ભવનો રાગ હજુ વિદ્યમાન છે. તેથી ભાવથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ નથી, તોપણ યોગમાર્ગને અભિમુખ કંઈક ઉચિત ક્રિયાઓ કરે છે, તે અપેક્ષાએ તેઓમાં દ્રવ્યથી યોગ માન્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org