Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રથમ પ્રકરણ/આવશ્યકનિક્ષેપ
,
સંપન્ન હોય, (૧૧) ગૃહીતવાક્ય-આદેય વચન બોલનાર હોય, (૧૨) જિત પરિષદ-સભાને પ્રભાવિત કરનાર અને ક્ષભિત થનાર ન હોય, (૧૩) જિતેન્દ્રિયશાસ્ત્રીય અધ્યયન-ચિંતન-મનન સમયે નિદ્રાને વશ થનાર ન હોય, (૧૪) મધ્યસ્થ-નિષ્પક્ષ હોય, (૧૫) દેશ, કાળ, ભાવના જ્ઞાતા હોય, (૧૬) આસન્નલબ્ધ પ્રતિભ-પ્રતિવાદીને પરાસ્ત કરવાની પ્રતિભા સંપન્ન હોય, (૧૭) નાનાવિધદેશભાષા વિજ્ઞા -અનેક દેશોની ભાષાના જ્ઞાતા હોય, (૧૮) પંચવિધ આચાર યુક્ત અર્થાત્ જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારના આચારના પાલક હોય, (૧૯) સૂત્રાર્થ, તદુર્ભય, વિધિજ્ઞ–સૂત્ર, અર્થ અને ઉભય (સૂત્રાર્થ) વિધિના જાણકાર હોય, (૨૦) આહરણ, હેતુ, ઉપનય નય નિપુણ–ઉદાહરણ, હેતુ, ઉપનય અને નયદષ્ટિના મર્મજ્ઞ હોય, (૨૧) ગ્રાહણાકુશલ–શિષ્યોને તત્ત્વગ્રહણ કરાવવામાં કુશળ હોય, (૨૨) સ્વસમય, પરસમય વિત- સ્વ અને પર સિદ્ધાન્તમાં નિષ્ણાત હોય, (૨૩) ગંભીર, ઉદાર, સ્વભાવવાળા હોય, (૨૪) દીપ્તિમાનપરવાદીઓ પરાસ્ત ન કરી શકે તેવા તેજસ્વી હોય, (૨૫) શિવ-જનકલ્યાણ કરવાની ભાવનાથી ભાવિત હોય, (૨૬) સૌમ્ય–શાંત સ્વભાવવાળા હોય, (૨૭) ગુણ શત કલિત–દયા, દાક્ષિણ્ય વગેરે સેંકડો ગુણોથી યુક્ત હોય, આ ગુણોથી યુક્ત વ્યક્તિ જ અનુયોગ કરવામાં સમર્થ હોય છે. તે જ અનુયોગ કરવાના અધિકારી છે. અનુયોગવૃત્તિ-પત્ર-૭]. આવશ્યક સૂત્રનો પરિચય :|६ जइ आवस्सयस्स अणुओगो आवस्सयण्णं किमंगं अंगाई ? सुयक्खंधो सुयक्खंधा ? अज्झयणं अज्झयणाई ? उद्देसगो उद्देसगा?
आवस्सयण्णं णो अंगं णो अंगाई, सुयक्खंधो णो सुयक्खंधा, णो अज्झयणं, अज्झयणाई, णो उद्देसगो, णो उद्देसगा। શબ્દાર્થ - ગ = જો, માનસ = આવશ્યક સૂત્રનો, જુઓm = અનુયોગ ઈષ્ટ છે તો, પ્રાસંગિક છે તો, આવાસયા વિના = આવશ્યકસૂત્ર, શું એક અંગરૂપ છે કે, અંધારું = અનેક અંગરૂપ છે, સુયgધ = એક શ્રુતસ્કંધ 'અધ્યયનના સમૂહ 'રૂપ છે? સુરેનgધ = અનેક શ્રુતસ્કન્ધ રૂપ છે, અયન = અધ્યયન રૂપ છે કે, કોઈ એક વિશિષ્ટ અર્થ પ્રતિપાદક શાસ્ત્રના નાના વિભાગને અધ્યયન કહે છે), મારું = અનેક અધ્યયન રૂપ છે, તો = એક ઉદ્દેશક રૂપ છે કે, (અધ્યયનની અંતર્ગત (અંદર) નામનિર્દેશપૂર્વક વસ્તુનું નિરૂપણ કરનાર પ્રકરણ વિશેષ ઉદ્દેશક કહેવાય છે), લ = અનેક ઉદ્દેશક રૂપ છે? નો એ નો સંગા = એક કે અનેક અંગ સૂત્રરૂપ નથી. ભાવાર્થ - પ્રશ્ન- જો આવશ્યકનો અનુયોગ કરવાનો છે તો આવશ્યક સૂત્ર એક અંગરૂપ છે કે અનેક અંગરૂપ છે? એક શ્રુતસ્કંધ રૂ૫ છે કે અનેક શ્રુતસ્કંધરૂપ છે? એક અધ્યયન રૂપ છે કે અનેક અધ્યયન રૂપ છે? એક ઉદ્દેશક રૂપ છે કે અનેક ઉદ્દેશક રૂપ છે?
ઉત્તર- આવશ્યક સૂત્ર એક અંગરૂપ પણ નથી, અનેક અંગરૂપ પણ નથી. આવશ્યક સૂત્ર એક શ્રુત સ્કંધરૂપ છે, અનેક શ્રુતસ્કંધરૂપ નથી. તે એક અધ્યયન રૂપ નથી, અનેક અધ્યયન રૂપ છે. આવશ્યકમાં