Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૨ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
અનંત (૧૫) ધર્મ (૧૬) શાંતિ (૧૭) કુંથુ (૧૮) અર (૧૯) મલ્લિ (૨૦) મુનિસુવ્રત (૨૧) નમિ (૨૨) અરિષ્ટનેમિ (ર૩) પાર્થ (૨૪) વર્ધમાન. પ્રથમ ઋષભથી લઈ૨૪માં વર્ધમાન પર્યંતના ચોવીસ તીર્થકરોના નામના ક્રમથી ઉચ્ચારણને પૂર્વાનુપૂર્વી કહેવાય છે.
પ્રશ્ન- પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- વર્ધમાનથી પ્રારંભ કરી ઋષભ પર્યત વિપરીત ક્રમથી નામોચ્ચાર કરાય તેને પશ્ચાનુપૂર્વી કહેવાય છે.
એક(પ્રથમ) ઋષભ દેવને સ્થાપન કરી, એક–એક આંકની વૃદ્ધિ કરતાં ચોવીસ આંક સુધી સ્થાપિત કરી, પરસ્પર ગુણાકાર કરતાં જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી પ્રથમ અને અંતિમ બે ભંગ બાદ કરતાં, શેષ જે રાશિ વધે તે અનાનુપૂર્વીના ભંગ જાણવા.
વિવેચન :
નામના ઉચ્ચારણને ઉત્કીર્તન કહે છે. કોઈપણ વ્યક્તિ વસ્તુ, દ્રવ્યાદિના નામોના ઉચ્ચારણને ઉત્કીર્તન કહેવામાં આવે છે. આ નામનું ઉચ્ચારણ ક્રમથી કરાય તો તેને ઉત્કીર્તનાનુપૂર્વી કહે છે.
આ સૂત્રમાં ઉદાહરણરૂપે ઋષભદેવ સ્વામીથી શરૂ કરી વર્ધમાન સ્વામી પર્વતના ચોવીસ તીર્થકરોના નામોચ્ચારને ગ્રહણ કરેલ છે.
ઋષભદેવથી વર્ધમાનસ્વામી પર્યત ક્રમથી કરેલા નામોલ્લેખને પૂર્વાનુપૂર્વી, વિપરીત ક્રમના નામોલ્લેખને પશ્ચાનુપૂર્વી અને અન્ય કોઈપણ રીતે નામોલ્લેખ કરવામાં આવે તો તેને અનાનુપૂર્વી કહેવાય છે.
એ આનુપૂર્વનો છઠ્ઠો ભેદ સંપૂર્ણ આનુપૂર્વીનો સાતમો ભેદ ગણનાનુપૂર્વી :| २ से किं तं गणणाणुपुव्वी ? गणणाणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहापुव्वाणुपुव्वी, पच्छाणुपुव्वी, अणाणुपुव्वी ।
से किं तं पुव्वाणुपुव्वी ? पुव्वाणुपुव्वी- एक्को दस सयं सहस्सं दससहस्साइं सयसहस्सं, दससयसहस्साई, कोडी, दस कोडीओ, कोडीसयं, दसकोडीसयाई । से तं पुव्वाणुपुव्वी ।