Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
'પ્રકરણ ૯/ઉત્કીર્તનાદિ પાચ આનુપૂર્વી
|
૧૫ |
પશ્ચાનુપૂર્વી કહે છે.
પ્રશ્ન- અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- એકથી લઈ એક–એક વૃદ્ધિ કરતાં છ સુધીની સંખ્યા સ્થાપિત કરી, પરસ્પર ગુણા કરતાં જે રાશિ આવે, તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગને બાદ કરી, શેષ ભંગ દ્વારા સંસ્થાનોના સ્થાપનને અનાનુપૂર્વી કહેવામાં આવે છે.
વિવેચન :
સંસ્થાન એટલે આકાર. જીવ અને અજીવ સંબંધી સંસ્થાનમાંથી અહીં જીવશરીરના સંસ્થાનને ગ્રહણ કરેલ છે. વિવિધ પ્રકારના સંસ્થાનોનું સ્થાપન તે સંસ્થાન–આનુપૂર્વી કહેવાય છે. અહીં પ્રાણીઓના શરીર સંબંધી સંસ્થાન છ પ્રકારના કહ્યા છે.
(૧) સમચતરસ સંસ્થાન :- સંપૂર્ણ શરીર, તેના સર્વ અવયવો પ્રમાણોપેત હોય, પલાંઠી વાળીને બેસે તો, એક ઘૂંટણથી બીજા ઘૂંટણ સુધીનું, એક ખભાથી બીજા ખભા સુધીનું, ડાબા ઘૂંટણથી ડાબા ખભા સુધીનું, તેમજ જમણા ઘૂંટણથી જમણા ખભા સુધીનું તથા ચારે બાજુ સમચોરસની જેમ એક સરખું માપ રહે તે સમચતુરસ–સંસ્થાન કહેવાય. આ સંસ્થાનવાળું શરીર પોત-પોતાના અંગુલથી માપતાં ૧૦૮ આંગુલની ઊંચાઈવાળું હોય છે. (૨) ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન :- ન્યગ્રોધ એટલે વટવૃક્ષ. વડલો ઉપરથી સુંદર, સંપૂર્ણ અવયવવાળો હોય છે અને નીચેના ભાગમાં તેવો હોતો નથી. તે રીતે જેના નાભિથી ઉપરના અવયવો પ્રમાણોપેત હોય પણ નાભિથી નીચેના અવયવો હીન હોય. તેવા આકારવાળા શરીરને ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન કહે છે. (૩) સાદિ સંસ્થાન :- અહીં આદિ શબ્દથી નાભિથી નીચેના દેહ ભાગનું ગ્રહણ કરેલ છે. નાભિથી નીચેનો ભાગ વિસ્તારવાળો હોય, પ્રમાણોપેત હોય અને નાભિથી ઉપરના અવયવો હીન હોય, તેવા આકારવાળા શરીરને સાદિ સંસ્થાન કહે છે.
(૪) કન્જ સંસ્થાન :- જે સંસ્થાનમાં મસ્તક, ગ્રીવા, હાથ, પગ વગેરે પ્રમાણોપેત હોય પરંતુ પીઠ, પેટ વગેરે હીનાધિક હોય તે કુન્જ-કુબડું સંસ્થાન કહેવાય છે.
(૫) વામન સંસ્થાન :- જે સંસ્થાનમાં છાતી, પેટ, પીઠ વગેરે પ્રમાણોપેત હોય પરંતુ શેષ અવયવો લક્ષણહીન હોય તે વામન સંસ્થાન કહેવાય છે.
() હુંડ સંસ્થાન – જે સંસ્થાનમાં બધાજ અવયવો લક્ષણહીન હોય તે હુંડ સંસ્થાન કહેવાય છે.
સમચતુરસ સંસ્થાનથી શરૂ કરી ક્રમથી હુંડ સંસ્થાન સુધીની સ્થાપનાને પૂર્વાનુપૂર્વી, હુંડ