Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
'પ્રકરણ ૧૪/દસ નામ-પ્રમાણનિષ્પક્ષ નામ :
[૨૫]
अभिई सवण धणिट्ठा, सतिभिसया दो य होंति भद्दवया । रेवति अस्सिणि भरणी, एसा णक्खत्तपरिवाडी ॥८८॥
से तं णक्खत्तणामे । ભાવાર્થ :- પ્રશ્ન- નક્ષત્રનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નક્ષત્રના આધારે સ્થાપિત નામ નક્ષત્રનામ કહેવાય છે. તે આ પ્રમાણે કૃત્તિકા નક્ષત્રમાં જન્મેલ બાળકનું કૃતિક-કાર્તિક, કૃતિકાદર, કૃતિકાધર્મ, કૃતિકાશર્મ, કૃતિકાદેવ, કૃતિકાદાસ, કૃતિકાસેન, કૃતિકારક્ષિત વગેરે નામ રાખવા.
રોહિણી નક્ષત્રમાં જન્મેલનું રોહિણેય, રોહિણીદત્ત, રોહિણીધર્મ, રોહિણીશર્મ, રોહિણીદેવ, રોહિણીદાસ, રોહિણીસેન, રોહિણીરક્ષિત વગેરે નામ રાખવા.
આ જ રીતે જે નક્ષત્રમાં જન્મેલ હોય તેનું તે તે નક્ષત્રના આધારે નામ રાખવામાં આવે તે નક્ષત્ર સ્થાપના પ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય. ગાથા આધારે નક્ષત્રોના નામ. (૧) કૃત્તિકા, (૨) રોહિણી, (૩) મૃગશિરા, (૪) આદ્ર, (૫) પુનર્વસુ, (૬) પુષ્ય, (૭) અશ્લેષા, (૮) મઘા, (૯) પૂર્વા ફાલ્ગની, (૧૦) ઉત્તરાફાલ્ગની, (૧૧) હસ્ત, (૧૨) ચિત્રા, (૧૩) સ્વાતિ, (૧૪) વિશાખા, (૧૫) અનુરાધા, (૧૬) જયેષ્ઠા, (૧૭) મૂળા, (૧૮) પૂર્વાષાઢા, (૧૯) ઉત્તરાષાઢા, (૨૦) અભિજિત, (૨૧) શ્રવણ, (૨૨) ધનિષ્ઠા, (૨૩) શતભિષા, (૨૪) પૂર્વાભાદ્રપદા, (૨૫) ઉત્તરાભાદ્રપદા, (૨૬) રેવતી, (૨૭) અશ્વિની, (૨૮) ભરણી, નક્ષત્રોના નામની આ પરિપાટી (ક્રમ પ્રણાલી)જાણવી.
વિવેચન :
વ્યક્તિનો જન્મ તે તે નક્ષત્રમાં થયો છે તેનો બોધ કરાવવા અને લોકવ્યવહાર માટે વ્યક્તિનું નામ નક્ષત્રના આધારે પણ રાખવામાં આવે છે. જેમકે કાર્તિકેય, રોહિણેય વગેરે. નક્ષત્ર આધારિત આ નામો નક્ષત્ર સ્થાપનાપ્રમાણ નિષ્પન્નનામ કહેવાય છે. નક્ષત્રના નામના ક્રમમાં જ્યોતિષ શાસ્ત્ર કરતાં આ સંગ્રાહક ગાથામાં તફાવત છે. ક્યાંક અભિજિતને પ્રથમ ગણી ગણના કરવામાં આવે છે. ક્યાંક અશ્વિનીને પ્રથમ ગણી ગણના કરવામાં આવે છે પરંતુ ક્રમવિન્યાસ તો આ જ રહે છે.
દેવનામ :| ५ से किं तं देवयणामे ?
देवयणामे- अग्गिदेवयाहिं जाए अग्गिए अग्गिदिण्णे अग्गिधम्मे अग्गिसम्मे अग्गिदेवे अग्गिदासे अग्गिसेणे अग्गिरक्खिए । एवं पि सव्वणक्खत्तदेवयणामा भाणियव्वा । एत्थं पि य संगहणी गाहाओ, तं जहा