Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રકરણ ૧૭/દશ નામ- સમાસ
૨૭૩ ]
ઉત્તર– દ્વિગુ સમાસના ઉદાહરણ છે– ત્રણ કટુક(કડવી) વસ્તુઓનો સમૂહ તે ત્રિકટુક, ત્રણ મધુર વસ્તુઓનો સમૂહ તે ત્રિમધુર, ત્રણ ગુણોનો સમૂહ તે ત્રિગુણ, ત્રણ પુર–નગરોનો સમૂહ તે ત્રિપુર, ત્રણ સ્વરનો સમૂહ તેત્રિસ્વર, ત્રણ પુષ્કર-કમળોનો સમૂહ તે ત્રિપુષ્કર, ત્રણ બિંદુઓનો સમૂહ તેત્રિબિન્દુ, ત્રણ પથ-રસ્તાઓનો સમૂહ તે ત્રિપથ, પાંચ નદીઓનો સમૂહ તે પંચનદ, સાત ગજ-હાથીઓનો સમૂહ તે સપ્તગજ, નવ ઘોડાઓનો સમૂહ તે નવતરંગ, દસ ગામોનો સમૂહ તે દસગામ, દસપુરોનો સમૂહ તે દસપુર. આ દ્વિગુસમાસ છે.
વિવેચન :
જે સમાસમાં પ્રથમપદ સંખ્યાવાચક હોય અને જેના દ્વારા સમાહાર-સમૂહનો બોધ થાય તે હિંગુ સમાસ કહેવાય છે. આમાં બીજુપદ પ્રધાન હોય છે. તેનાથી જણાય છે કે આટલી વસ્તુઓનો સમાહાર (સમૂહ) થયો છે. સૂત્રોક્ત ઉદાહરણ સ્પષ્ટ છે. દ્વિગુ સમાસમાં નપુંસક લિંગ અને એકવચનનો જ પ્રયોગ થાય છે.
કર્મધારયમાં પ્રથમપદ સામાન્ય વિશેષણરૂપે હોય છે, જ્યારે દ્વિગમાં સંખ્યાવાચક વિશેષણ હોય છે. 'ત્રિકટ' વગેરે નામ દ્વિસામાસિક ભાવપ્રમાણનિષ્પન્ન નામ જાણવા.
તપુરુષ સમાસ :
६ से किं तं तप्पुरिसे समासे ? तप्पुरिसे समासे- तित्थे कागो तित्थकागो, वणे हत्थी वणहत्थी, वणे वराहो वणवराहो, वणे महिसो वणमहिसो, वणे मयूरो वणमयूरो । से तं तप्पुरिसे समासे । ભાવાર્થ - પ્રશ્ન- તપુરુષ સમાસનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- તપુરુષ સમાસના ઉદાહરણ છે– તીર્થમાં કાગ તે તીર્થકાગ, વનમાં હસ્તી–વનહસ્તી, વનમાં વરાહ(ભૂંડ) વનવરાહ, વનમાં મહિષ-વનમહિષ, વનમાં મયૂર–વનમયૂર. તે તપુરુષ સમાસ
વિવેચન :
તપુરુષ સમાસમાં અંતિમપદ પ્રધાન હોય છે અને પ્રથમપદ પ્રથમા વિભક્તિ સિવાય અન્ય દ્વિતીયાથી સપ્તમી પર્વતની છ વિભક્તિમાંથી કોઈપણ વિભક્તિપરક હોય છે. સુત્રોક્ત ઉદાહરણ સપ્તમી વિભક્તિ પરક છે.
જે વ્યક્તિ તીર્થમાં કાગડાની જેમ ગ્રાહ–અગ્રાહ્યના વિવેકથી રહિત થઈને રહે તેને 'તીર્થકાગ'