Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રકરણ ૧૯દ્રવ્ય પ્રમાણ
પણ.
૨૯૫ ]
कम्ममासओ । तिण्णि णिप्फावा कम्ममासओ, एवं चउक्को कम्ममासओ । बारस कम्ममासया मंडलओ, एवं अडयालीसाए [कागणीए] मंडलओ । सोलस कम्ममासया सुवण्णो, एवं चउसट्ठीए कागणीए सुवण्णो । ભાવાર્થ - પ્રશ્ન- પ્રતિમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જેના દ્વારા સુવર્ણાદિનું માપ કરાય તે પ્રતિમાનું પ્રમાણ કહેવાય છે, તે આ પ્રમાણે છેગુંજા–રત્તી, કાકણી, નિષ્પાવ, કર્મમાષક, મંડલક, સુવર્ણ.
(૧) પાંચ ગુંજાનો એક કર્મમાષક થાય છે. (૨) ચાર કાકણીનો એક કર્મમાષક થાય છે અને ત્રણ નિષ્પાવનો એક કર્મમાષક થાય છે. આમ કર્મમાષક ચાર કાકણીથી નિષ્પન્ન થાય છે. બાર કર્મમાષકોનું અથવા અડતાલીસ કાકણીનું એક મંડલક થાય છે. સોળ કર્મમાષક અથવા ચોસઠ કાકણીનું સોનામહોર થાય છે.
१७ एतेणं पडिमाणप्पमाणेणं किं पओयणं? ___एतेणं पडिमाणप्पमाणेणं सुवण्ण-रजत-मणि मोत्तिय-संख-सिलप्पवालादीणं दव्वाणं पडिमाणप्पमाणणिव्वित्तिलक्खणं भवइ । सेतं पडिमाणे । सेतं विभागणिप्फण्णे । से तं दव्वपमाणे । ભાવાર્થ :- પ્રશ્ન- પ્રતિમાન પ્રમાણનું શું પ્રયોજન છે?
ઉત્તર- આ પ્રતિમાન પ્રમાણ દ્વારા સુવર્ણ, ચાંદી, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ વગેરે દ્રવ્યોના પરિમાણનું જ્ઞાન થાય છે. તેને પ્રતિમાનું પ્રમાણ કહે છે. આમ વિભાગનિષ્પન્ન પ્રમાણ તેમજ દ્રવ્ય પ્રમાણની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
જે તોળાય, જેનું પ્રતિમાન કરાય તે પ્રતિમાન પ્રમાણ. આ વ્યુત્પત્તિ અનુસાર સુવર્ણાદિ પ્રતિમાન પ્રમાણ કહેવાય છે. જેના દ્વારા તોળાય-પ્રતિમાન કરાય તે પ્રતિમાન પ્રમાણ, આ વ્યુત્પત્તિ અનુસાર ગુજા, કાકણી વગેરે પ્રતિમાન કહેવાય છે.
ઉન્માન પ્રમાણમાં પણ સાકર વગેરેને ત્રાજવાથી તોળવામાં આવે છે અને પ્રતિમાન પ્રમાણમાં પણ સુવર્ણ વગેરેને ત્રાજવાથી તોળવામાં આવે છે, તો બંનેને અલગ-અલગ કહેવાનું કારણ શું? તેવી જિજ્ઞાસાના ઉત્તરમાં આચાર્યો જણાવે છે કે સાકર વગેરેને શેર, કિલો વગેરેથી માપવામાં આવે છે, જ્યારે સુવર્ણ વગેરેને તોલા, માશા, રતિ વગેરેથી તોળવામાં આવે છે. આ રીતે બને તોળવાના માપ હોવા છતાં એક પૂલ છે અને એક સૂક્ષ્મ છે. બંનેના ત્રાજવામાં પણ સૂક્ષ્મતાનું અંતર હોય છે. બંને દ્વારા તોળવામાં આવતાં પદાર્થો